સુરતની કોર્ટે પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી સામે ધરપકડનું વોરન્ટ જારી કર્યુ ..

0
857

 

પંજાબ નેશનલ બેન્કમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરનારા ઝવેરાતના વેપારી નિરવ મોદી સામે કાનૂનનો સકંજો વધુ મજબૂત બન્યો છે. સુરત એસઈઝેડમાં કસ્ટમ એકટને લઈને થયેલી ફરિયાદમાં નિરવ મોદીની ફાયરસ્ટાર કંપનીની ગેરરીતિઓ જાણવા મળી હતી. જેને કારણે થયેલી ફરિયાદમાં સુરતના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે નિરવ મોદીની ધરપકડ કરવાનું ફરમાન જારી કર્યું હતું. પીએનબી બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયા બાદ નિરવ મોદીની કંપની ફાયરસ્ટાર પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું તપાસ દરમિયાન જાહેર થયું હતું. તેની સાથે સાથે જ કેનેડા અને દુબઈમાં નિમ્નકક્ષાની જવેલરીનું ઓવરવેલ્યુએશન થયાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. નિરવ મોદીએ રૂા 4.93 કરોડના ડાયમન્ડની કિંમતરૂા.  93.70 કરોડ દર્શાવી હતી. જેની સામે સેન્ટ્રલ કસ્ટમ અને એકસાઈઝ કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આથી સુરતની કોર્ટ દ્વારા નિરવ મોદીની ધરપકડનું વોરન્ટ જારી કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here