કેવડિયામાં પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયો વૈશ્વિક કક્ષાનો સફારી પાર્ક

 

નર્મદાઃ કેવડિયાસ્થિત સૌથી ઓછા સમયમાં નિર્માણ પામેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક મંગળવારથી  શરૂ કરાયો છે. આ પાર્ક ૩૭૫ એકરમાં ૧૫૦૦ પ્રાણી-પક્ષીઓ રખાયાં છે. કેવડિયામાં વિશ્વકક્ષાનો આ પાર્ક છ મહિનામાં તૈયાર થયો છે. આ ઝૂ-કમ-સફારી પાર્ક  પહાડી વિસ્તારમાં બનાવાયો છે, જે ૩૭૫ એકરમાં પથરાયેલો છે ને ૭ ઢળતા વિસ્તારમાં ૨૯ મીટરથી માંડીને મહત્તમ ઊંચાઈ ૧૮૦ મીટરની હશે. પાર્કમાં બે મુખ્ય ભાગ હશે, ભારતીય ભાગમાં શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણી, વિશ્વનું સૌથી મોટું પક્ષીસ્થળ, મોટાં શાકાહારી પ્રાણીઓ રખાશે. અન્યમાં વિદેશી આકર્ષણરૂપી પ્રાણીઓ છે, જેમાં ઓસ્ટ્રેલિયન, આફ્રિકન પ્રાણીઓ રખાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here