સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ઈ-સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ માટે વીઝાના વિકલ્પો

0
725

 

ટેક્નોલોજીના વિકાસના કારણે નવી કરિયર માટેની તકો ઊભી થઈ છે. તેમાં સૌથી લોકપ્રિય છે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ઈ-સ્પોર્ટસ, જેને પ્રો-ગેમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોન-ઇમિગ્રન્ટ્સ વીઝા માટેના વિકલ્પોમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી. પરંતુ આ બે પ્રોફેશન્સ ઊભા થયા છે તેમાં વીઝા માટેના કેટલાક વિકલ્પો ઊભા થયા છે.

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ

સોશ્યલ મીડિયામાં જેમણે પ્રભાવ ઊભો કર્યો હોય, લોકપ્રિય હોય અને ફોલોઅર્સની વિશાળ સંખ્યા હોય તેને હવે ઇન્ફ્લુએન્સર્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સેલ્સ અને બ્રાન્ડ લોયલ્ટી ઊભી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. તેમના માટે અમેરિકામાં કરિયર માટેO-1B વીઝાનો વિકલ્પ છે.

આ પ્રકારની વ્યક્તિઓ O-1B વીઝા આધારે અમેરિકામાં કામની તક માટે આવી શકે છે. જોકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે આવી વ્યક્તિની ખ્યાતી હોવી જોઈએ. તેમણે અમેરિકન કંપની સાથે કામ કરીને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોશનલ એક્ટિવીટી કરવાની તૈયારી રાખવી પડે.

ટ્રાવેલ, ગેમિંગ, ફેશન, લાઇફસ્ટાઇલ વગેરેમાં વિશાળ ફોલોઅર્સ પણ હોવા જોઈએ. બ્-૧ગ્ વીઝા મૂળભૂત રીતે સારો દેખાવ કરનારા અૅક્ટર્સ અને પરફોર્મર્સ માટેનો છે. સોશ્યલ મીડિયામાં કમર્શિયલ સક્સેસને ધ્યાનમાં લઈને આ વીઝા કેટેગરીનો લાભ લઈ શકાય છે.

ઈ-સ્પોર્ટ્સ એથ્લિટ્સ

ઈ-સ્પોર્ટ્સ એથ્લિટ્સ અથવા પ્રો-ગેમર્સ ટુર્નામેન્ટ અને કમ્પિટિશનમાં ભાગ લેતા હોય તેમને પ્રોફેશનલ એથ્લિટ ગણવામાં આવે છે. આવી વ્યક્તિને બે વીઝા કેટેગરીનો લાભ મળી શકે છે O-1A અને P-1A

બિઝનેસ, એજ્યુકેશન, એથ્લેટિક્સ અથવા સાયન્સમાં ઉત્તમ ક્ષમતા હોય તેમને બ્-૧ખ્ કેટેગરીમાં વીઝા મળે છે. ખૂબ કુશળ આવી વ્યક્તિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ મળેલી હોવી જોઈએ. બ્-૧ખ્ પિટિશનમાં સિદ્ધિઓના પુરાવા પણ સામાન્ય રીતે જોડવાના હોય છે. પ્રાઇઝ, ઇન્ટરવ્યૂ, અવોર્ડ વગેરેના કમર્શિયલ સક્સેસના પુરાવા તેમાં જોડવાના હોય છે. સાથે જ સંબંધિત પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનનો કન્સલ્ટેશન લેટર પણ જરૂરી ગણાય છે.

O-1A કેટેગરીમાં સ્ટાન્ડર્ડ ઘણા ઊંચા હોય છે એટલે ઇ-સ્પોર્ટ્સ માટે P-1A હેઠળ વીઝા મેળવવા માટે પ્રયત્ન કરી શકાય છે. કોઈ પણ એથ્લિટ કે એથ્લેટિક ટીમનું પરફોર્મન્સ આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકાર્ય બન્યું હોય તેમને આ વીઝા મળી શકે છે. આ વીઝા હેઠળ અમેરિકામાં પાંચ વર્ષ રહી શકાય છે અને તેને ૧૦ વર્ષ માટે લંબાવી શકાય છે.

આ રીતે નવા પ્રકારની કરિયરમાં પણ વીઝા માટેની શક્યતાઓ રહેલી છે, પણ તે માટે અનુભવી ઇમિગ્રેશન લોયરની સલાહ લેવામાં આવે તો ઉપયોગી થતી હોય છે.

તમે પણ તમારા માટે કે પરિવાર, મિત્રો અને પરિચિતો માટે અમેરિકા અને કેનેડાના વીઝા માટે આ પ્રકારની વધુ માહિતી અને માર્ગદર્શન ઈચ્છતા હો તો NPZ લો ગ્રુપના કુશળ લોયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here