ઓમિક્રોનનો ચેપ વધવાને પગલે હોંગકોંગમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ

 

વોશિંગ્ટન: દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪૨૫,૭૬૯,૯૯૭ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક ૫૮,૯૩,૮૨૧ થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ ૧૦,૩૮૭,૨૦૨,૩૬૭ ડોઝ આપવામાં આવ્યા હોવાનું  જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.

કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે ૭૮,૫૨૯,૦૯૯ કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક ૯,૩૫,૯૯૦ નોંધાયો છે. કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે  સૌથી વધારે કેસો ભારતમાં ૪૨,૮૩૮,૫૩૪ નોંધાયા છે અને ૫,૧૨,૧૦૯ જણાના મોત થયા છે. રશિયામાં કોરોનાના નવા ૧,૩૫,૧૭૨ કેસ અને ૭૯૬ જણાના મરણ નોંધાયા હતા. યુએસમાં આજે કોરોનાના નવા ૧,૭૯,૧૭૨ કેસ અને ૨,૭૭૭ મોત નોંધાયા હતા. જ્યાં કોરોનાના એક કરોડ કરતાં વધારે કેસો  નોંધાયા છે  તેવા દેશોમાં ફ્રાન્સ૨ ૨,૪૫૬,૫૪૫, યુકે  ૧૮,૭૮૫,૩૩૩, રશિયા ૧૫,૨૯૭,૬૨૮, તુર્કી ૧૩,૫૮૯,૫૧૧, જર્મની ૧૩,૭૧૫,૧૪૫, ઇટાલી ૧૨,૪૯૪,૪૫૯ અને સ્પેન ૧૦,૮૫૮,૦૦૦નો  સમાવેશ થાય છે.

જે દેશોમાં કોરોના મરણાંક બે લાખ કરતાં વધારે નોંધાયો છે તેંમાં રશિયા ૩,૩૯,૩૧૯, મેક્સિકો ૩,૧૫,૬૮૮ અને  પે‚ ૨,૦૯,૪૬૮નો સમાવેશ થાય છે. દરમ્યાન યુકેમાં કોરોનાના નવા ૩૮,૪૦૯ કેસ અને ૧૫ જણાના મોત નોંધાયા હતા.

દરમ્યાન હોંગકોંગમાં માર્ચ મહિનામાં તમામ નાગરિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હોંગકોંગના નેતા કેરીલામે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં હોંગકોંગની વસ્તીનો ત્રણવાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દસ લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. આ દરમ્યાન યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ સમજૂતી સાધી હતી કે ૨૭ દેશોના બ્લોકમાં જે લોકો કોરોનાના ચેપમાંથી સાજા થઇ ગયા હોય અથવા જેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને વધારે સુવિધા આપવી.

યુરોપિયન કાઉન્સિલે જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા હોય તેમના માટે આવતાં મહિનાથી તમામ ટેસ્ટિગ અને ક્વોરન્ટાઇન જ‚રિયાતો ઉઠાવી લેવાની ભલામણ કરી છે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ બીજાને કોરોનાના ચેપના હળવા લક્ષણો હોવાને કારણે તેમણે તેમના ઓનલાઇન કાર્યક્રમો રદ કર્યા હોવાનું બકિંગહામ પેલેસ દ્વારા જણાવવામાં આવ્યું  હતું. દરમ્યાન જર્નલ ક્લિનિકલ સાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે કે કોરોના  વાઇરસ આકરાં ચેપના દર્દીઓમાં દયની રક્ત નલિકાઓને ચેપ લગાડયા વિના નુકશાન કરે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here