એક દિવસમાં ૧૧.૭૨ લાખ કોરોના ટેસ્ટ કરાયાઃ કુલ ૩૮.૪૮ લાખ કેસ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વિરૂદ્ધ લડાઈ ચાલી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ત્ઘ્પ્ય્) જણાવ્યું છે કે, બુધવારે ૧૧ લાખ ૭૨ હજાર ૧૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી ૪ કરોડ ૫૫ લાખ ૯ હજાર ૩૮૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આ તરફ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૩૮ લાખ ૪૮ હજાર ૯૬૮ થઈ ગઈ છે. 

ઘણા ક્લિનિકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે કે સ્ટિરોઈડ દવાઓ ગંભીર રીતે બિમાર દર્દીઓને કોવિડ-૧૯થી બચાવવામાં મદદ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોરોનાના કારણે ગંભીર રીતે બિમાર દર્દીઓની સારવાર માટે સ્ટિરોઈડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પરંતુ શરૂઆતના લક્ષણ વાળા દર્દીઓ માટે તેનો ઉપયોગ યોગ્ય નથી. અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અહેસાન ખાનનું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે કોરોના પોઝિટિવ હતા. તેમને પહેલા હાર્ટ ડિસીઝ, હાઈપરટેન્શન અને અલ્જાઈમરની બિમારી પણ હતી. અહેસાન એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા.

કોરોના પોઝિટીવ દર્દી ટીબીની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકારે દરેક ટીબી દર્દીનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી હશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની નવી ગાઈડલાઈન પછી રાજ્યમાં આની પર અમલની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના વાઈરસના સંક્રમણ પ્રત્યે સામાન્ય જનતામાં રોગ પ્રતિકારક ક્ષમતા તપાસવા માટે ભોપાલમાં ટૂંક સમયમાં સીરો સર્વે કરવામાં આવશે. કોરોનાના સમયમાં ઓગસ્ટ મહિનો સૌથી ખરાબ રહ્યો હતો. રાજસ્થાનમાં શરૂઆતના પાંચ મહિના સુધી કુલ ૪૨ હજાર ૮૩ નવા કેસ નોંધાયા હતા. તો આ તરફ માત્ર ઓગસ્ટમાં જ ૪૨ હજાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત જિલ્લા અજમેર, ભીલવાડા, બીકાનેર, જયપુર, કોટા અને સીકર છે. તો આ તરફ રાજ્યમાં અત્યાર સુધી ૪ મંત્રી, ૩ સાંસદ અને ૯ ધારાસભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. પટના એઈમ્સમાં બ્લડ બેન્કના પ્રભારી ડો. નેહા સિંહે કહ્યું છે કે, કોરોના પોઝિટિવ દર્દીમાં એન્ટીબોડી બનાવ્યા પછી જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ વાઈરસ ખતમ થતાની સાથે જ એન્ટીબોડી પણ ખતમ થઈ ગઇ હતી. આવા લોકોએ થોડાક મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે. 

મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૪ કલાકની અંદર કોરોનાના રેકોર્ડ ૧૭ હજાર ૪૩૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા બે લાખ એક હજાર ૭૦૩ થઈ ગઈ છે. અત્યાર સુધી ૮ લાખ ૨૮ હજાર ૭૩૯ લોકો સંક્રમિત મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં ૧ લાખ ૩૬ હજાર ૨૪૦ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૫૯ લાખ ૧૩ હજાર ૫૮૪ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુર નગર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં ટેરંસ્ટગ વધારવા માટે કહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here