એલ. કે. અડવાણીની જેમજ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીને ટિકટ નહી અપાય…પક્ષના સંગઠન મહાસચિવ રામલાલે  જોશીજીને માહિતી આપી, ને જોશીજી નારાજ થયા…

0
940

 

reuters

75 વરસથી વધુ વયના આગેવાનો , નેતાઓ કે કાર્યકરને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નહિ ઊભા રાખવાનો નિર્ણય ભાજપની હાઈકમાન્ડે કર્યો હોવાનું જણવા મળ્યું હતું. એટલે જ પક્ષના વરિષ્ઠ નેતા આદરણીય લાલકૃષ્ણ અડવાનીને ઉમેદવારી ના કરવા દેવાઈ , ને તેમના ગાંધીનગર મત વિસ્તારમાંથી પક્ષ પ્રમુખ અમિતભાઈ શાહે ઉમેદવારી કરીહતી. એ જ રીતે હવે પક્ષના વરિષ્ટ નેતા મુરલી મનોહર જોષીનો વારો આવ્યો છે. તેમને પૂછ્યા વગર જ તમને ચૂંટણી નહી લડવાનો પક્ષના આગેવાનોએ એકતરફી નિર્ણય લઈ લીધો. પક્ષના સચિવ રામલાલે જોશીને જણાવ્યું હતું કે, તેઓ  ભાજપની મુખ્ય ઓફિસે આવીને ખુદ જાહેર કરે કે,તેઓ લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતા નથી. મુરલી મનોહર જોષીએ તેમની આ અપીલને નકારી કાઢી હતી. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની રીત- રસમ એ ભાજપના સંસ્કાર નથી.. પક્ષના પ્રમુખ અમિત શાહે અમને રૂબરૂ મળીને વાત કરવી જોઈએ. ઉપરોકત વરિષ્ઠ નેતાઓ તેમજ અન્ય પીઢ આગેવાનો કલરાજ મિશ્રા, શાંતા કુમાર. કરિયા મુંડાને પણ ટિકિટ નહિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here