અતિવૃષ્ટિથી બેહાલ થયેલા કેરળની સહાય કરવા આગળ આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન – મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂા. 21 કરોડની સહાય આપી –

0
854

 

કેરળમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બેધર બની ગયા છે. અનેક લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે,સેંકડો લોકોના મૃત્યુ થયા છે. મોટાભાગના નગરો અને ગામોમાં વીજળી નથી. કેટલાક ગામોમાં બેઘર લોકોને  ખોરાક અને પાણી મળતું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખડે પગે મદદ કરી છે, છતાં હજી કેરળની સ્થિતિ વિકટ છે. આ પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશને પ્રશંસનીય પગલું ભયુૅ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી  રાહતનિધિમાં રૂા. 21 કરોડનો ફાળો આપવામાં આવ્યો છે. ફાઉન્ડેશને ઘણા સ્તરો પર રાહત, બચાવ અને પુનર્વસનના કાર્યો કર્યા છે. નીતા અંબાણીએ કહ્યું હતું કે, કેરળમાં વસનારા પ્રત્યેક ભાઈ-બહેનને સહાય કરવાની અમારી ફરજ છે. જયાં સુધી કેરળમાંં રાબેતા મુજબની પરિસ્થિતિ  નહિ સજાૅય ત્યાં સુધી અમે કેરળને સહાય કરતા રહીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here