અંબાજીમાં ભાદરવી પૂનમે ચાર દિવસમાં ૨૦ લાખ ભક્તોએ દર્શન કર્યા

અમદાવાદ: ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં ચોથા દિવસે સાત લાખથી વધુ માઈભક્તોએ આરાસૂરી અંબાનાં દર્શન કર્યાં છ,ે આમ ચાર દિવસમાં મા અંબાના ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે, જ્યારે મંદિરના શિખર પર ૫૫૧ ધજાઓ ચઢી હતી. ચાર દિવસમાં અંબાજી મંદિરને ૧.૧૨ કરોડની દાન ભેટમાં મળી હતી. મંદિર ટ્રસ્ટને ૧૬ ગ્રામ સોનું દાનમાં મળ્યું છે. ભાદરવી પૂનમ પર્વે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. ચાર દિવસમાં મોહનથાળ પ્રસાદના ૩૧ લાખથી વધુ પેકેટ વેચાયા હતા. ફરાળી ચીકીના નવ હજાર જેટલા પેકેટનું વિતરણ થયું હતું. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ મોટું માનવ મહેરામણ ઊમટી રહ્યું છે. છેલ્લા ચાર દિવસોમાં ૨૦.૩૪ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શનનો લાભ લઇ ચૂક્યા છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘોથી અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ધસમસતું જોવા મળી રહ્યું છે. અંબાજીથી દાંતા ૨૦ કિલોમીટર લાંબી માનવ સાંકળ દર્શનાર્થીઓની જોવા મળી રહી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા આખડી પૂરી કરવા અંબાજી માતાના દર્શને જઇ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here