અંદરનાં ન નડે, તો ઘણું સારું પરિણામ આવેઃ શક્તિસિંહ ગોહિલ

જામનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દરેક જિલ્લામાં પ્રવાસ કરી અને તેમના પ્રશ્નોને વાચા આપી યોગ્ય જગ્યા સુધી પહોંચાડવાની કવાયત શરૂ કરી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના પ્રશ્નો ત્યાંના આગેવાનો અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ કરી ઉકેલ લાવવા માટેના પ્રયત્નો શરૂ થશે.
જામનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત ઉત્થાન માટેના સેવાના યજ્ઞનો સંવાદ કોંગ્રસ કાર્યકર્તાઓ તથા જામનગરના નાગરીકો સાથે ચેમ્બર ઓફ કોમર્સ, સુભાષબ્રિજ પાસે (વિક્ટોરિયા બ્રિજ), જામનગર-રાજકોટ હાઈવે, જામનગરમાં કરશે.
દરેક જીલ્લાઓમાં લોક પશ્નોને ઉજાગર કરવા જન અધિકાર પદયાત્રા પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે કરશે. જામનગર જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ ચેમ્બર ઓફ કોમર્સથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી કરવામાં આવશે અને જામનગર જીલ્લાના લોક પ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર–હાપા ગુલાબનગર બ્રિજ આગળથી કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આયોજીત બાઈક રેલી સ્વરૂપે ચેમ્બર ઓફ કોમર્સ જવા રવાના થશે. ચેમ્બર ઓફ કોમર્સમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ કરશે. ચેમ્બર ઓફ કોમર્સથી કલેકટર કચેરી સુધી જન અધિકાર પદયાત્રા દ્વ્રારા જશે અને બપોરે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ જામનગર અને દેવભૂમિ-દ્વારકા સમસ્ત રાજપૂત સમાજ આયોજીત મિલન સમારંભમાં હાજરી આપશે. ત્યારબાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નાગનાથ ચોકડી ખાતે દર્શન કરશે.
કોંગ્રેસી નેતા મહેનત કરી રહ્યા હોય ત્યારે જો આગામી સમયમાં નોંધ લેવરાવવી હોય તો અંદરના નેતાઓએ નડવાનું બંધ કરવું પડશે. હાલ પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસમાં ત્રણથી ચાર જુદા જુદા નેતાઓના ચોકાઓ કાર્યરત છે. સામે ભાજપમાં પણ હવે ધીમે ધીમે વિરોધ સપાટી પર આવતો જાય છે. રાજકારણમાં શાણપણ એને કહેવાય કે સામેવાળાને મ્હાત કરવા માટે ક્યારેક દુશ્મની ભૂલીને પણ હાથ મિલાવવો પડે. પરંતુ અહમ્ મુકી પહેલ કોણ કરે તે મુદ્દે ઘણી વાર સમય વીતી જાય છે. જોઈએ શક્તિસિંહ ગોહિલ કેવું પરિણામ લાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here