શાંઘાઈમાં લોકડાઉન પણ કામ ન લાગ્યુંઃ ત્રણ લોકોના મોત

શાંઘાઈઃ કોરોના વાયરસને કારણે ચીન ફરીથી દહેશતમાં છે. ખાસ કરીને શાંઘાઈમાં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે લોકડાઉન પણ લગાવાયું છે પરંતુ કેસ ઓછા થવાનું નામ જ નથી લેતા. ઉલ્ટું ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

કોરોના વાયરસને કારણે ચીન ફરીથી દહેશતમાં છે. ખાસ કરીને શાંઘાઈમાં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે લોકડાઉન પણ લગાવાયું છે પરંતુ કેસ ઓછા થવાનું નામ જ નથી લેતા. ઉલ્ટું ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. લોકડાઉન બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના કારણે કોઈનું મૃત્યુ થયું છે. 

ન્યૂઝ  એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ શાંઘાઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૪૧૭ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ત્રણ લોકોના મોતથયા છે. મૃતકોની ઉંમર ૮૯ થી ૯૧ વર્ષ વચ્ચે હતી અને તેઓ અન્ય બીમારીથી પણ પીડાઈ રહ્યા હતા. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ પ્રાંત જિલિનમાં ગત મહિને બે લોકોના મોત બાદ પહેલીવાર એવું બન્યું છે કે કોરોનાના કારણે કોઈના મોતના સમાચાર સામે આવ્યા છે. 

ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા ઓછામાં ઓછા ૪૪ શહેરોમાં કડકાઈ વર્તવામાં આવી રહી છે. શાંઘાઈ જેવા શહેરોમાં જ્યાં સ્થિતિ સતત બગડી રહી છે ત્યાં પ્રશાસને લોકડાઉન પણ લગાવવું પડ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડામાં જણાવાયું હતું કે એક માર્ચથી અત્યાર સુધીમાં ૩૧ પ્રાંતમાં કોવિડ-૧૯ના ૩૨૦,૦૦૦થી વધુ કેસ રેકોર્ડ થયા છે.  

શાંઘાઈમાં કોવિડ-૧૯ના કેસમાં ભારે વધારાના પગલે ચીનનો જહાજ નિર્માણ ઉદ્યોગ ખુબ પ્રભાવિત  થયો છે. તેનાથી દેશના ત્રીજા વિમાનવાહક જહાજનું નિર્માણ પણ ખોરવાયું છે. અત્રે જણાવવાનું કે શાંઘાઈ ચીનનું વેપાર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. આવામાં અહીં લોકડાઉનથી તેની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. પરંતુ વાયરસના વધતા ખૌફને જોતા સરકારે અનિચ્છાએ પણ આ પગલું લેવું પડ્યું છે. કોરોનાનો ભય સતત વધી રહ્યો છે. જેમાં પણ નવા નવા વેરીયન્સ આવી રહ્યાં છે. જેથી લોકોએ સ્વેચ્છાએ ચેતીને રહેવું પડશે. કોરોના સંક્રમણથી બચીને રહેવું, સાથે સાથે મોસ્ક ફરજીયાત પહેરવું અને બહાર જઇને ઘરે પરત ફરો ત્યારે હાથ સાબુથી ધોવા આ પ્રમાણેની સાવચેતી રાખી કોરોનાથી બચી સકાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here