કોમેડિયન કલાકાર રાજુ શ્રીવાસ્તવનું અવસાન: ચાહકોમાં શોકની લાગણી

 

નવી દિલ્હી: મૃત્યુ સામે લાંબી જંગ લડ્યાં બાદ કોમેડિયન કલાકાર રાજુ શ્રીવાસ્તવે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે બુધવારે દિલ્હીની ખ્ત્પ્લ્માં અંતિમ શ્ર્વાસ લીધા હતા. ૧૦ ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૪૧ દિવસથી વેન્ટિલેટર પર રહી મૃત્યુ સાથેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ અવસાન પામ્યા છે. જ્યાંરથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો ભીની આંખે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. બધાને હસાવનાર કોમેડિયન બધાને રડાવીને આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા ગયા છે.

રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. તેમને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને વેન્ટિલેટર પર રાખવાની જ‚ર પડી હતી. તમામ પ્રયાસો પછી પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યાં ન હતા.

૫૮ વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૬૩માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. તેમણે ૧૯૮૮માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યારબાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ઁ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.

રાજુ શ્રીવાસ્તવે ૮૦ના દાયકાથી મનોરંજનની દુનિયામાં સંઘર્ષ કરવાનું શ‚ કર્યું હતું, પરંતુ તેઓ તેમની પ્રતિભા અનુસાર ઓળખ મેળવી શક્યાં ન હતા. જો કે, આ સમય દરમિયાન રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરની ફિલ્મ તેઝાબ સાથે હિન્દી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો. તેમ છતાં રાજુને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી હતી.

તેમણે ૧૯૯૪માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. તેમને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાટર ચેલેન્જ’થી મળી હતી. તેઓ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયા હતા. રાજુ છેલ્લે ૨૦૧૭માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યા હતા. ટીવીની વાત કરીએ તો તેમણે છેલ્લે ૨૦૧૪માં ‘ગેંગ્સ ઓફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.

ભારત ઉપરાંત તેઓ વિદેશમાં પણ શો માટે જતા હતા. અનેક અવોર્ડ ફંક્શન હોસ્ટ કર્યા હતા. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરતા હતા. તેઓ ટ્રસ્ટ તથા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેશન પણ આપતા હતા. આ ઉપરાંત ગરીબોને મદદ કરવા માટે અનેક ચેરિટી શોમાં કામ કર્યું હતું. તેમણે થોડાં વર્ષ પહેલાં ઓડિયો તથા વીડિયો કેસેટની સિરીઝ પણ લોન્ચ કરી હતી. તેઓ અમિતાભ બચ્ચનની સારી મિમિક્રી કરતા હતા. એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંઘર્ષના દિવોસમાં બચ્ચન સાહેબની મિમિક્રી કરીને પૈસા કમાતા હતા. પહેલી સેલરી ૫૦ ‚પિયા હતી.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુ:ખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. 

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યુ છે, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીનું નિધન ખૂબ જ દુ:ખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here