ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક યોજાઈ

નવિ દીલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઊર્જા પ્રધાન આર. કે. સિંહ, કોલસા પ્રધાન પ્રહલાદ જોશી અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી. દેશભરમાં કોલસાની અછતને કારણે પાવર કટોકટી સર્જાવાની શકયતાના અહેવાલો વચ્ચે આ બેઠક થઇ છે.

એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટસમાં કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. કોરોના લોકડાઉન પછી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પાછી પાટા પર આવવાને કારણે ફેકટરીઓ અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધ્યો છે. જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વીજળીની માંગ ઝડપથી વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. તેથી વીજળીની માંગમાં વધારો થવાનું નક્કી છે. દેશના ઘણા ભાગોમાં પાવર કટ શરૂ થઇ ગયો છે.

કોલસાની કટોકટીનો સામનો કરી રહેલા રાજય ઉત્પાદન નિગમના સૌથી મોટા અનપરા પ્રોજેકટમાં રોડ દ્વારા કોલસાનો પુરવઠો વધારવામાં આવ્યો છે. લગભગ એક લાખ મેટ્રિક ટન કોલસો રોડ દ્વારા પ્રોજેકટને આપવામાં આવશે. દરરોજ ચાર-પાંચ હજાર મેટ્રિક ટનનો પુરવઠો રહેશે. આનાથી સ્ટોકમાં સંગ્રહિત કોલસાના વપરાશમાં ઘટાડો થશે અને પ્રોજેકટને થોડી રાહત મળવાની અપેક્ષા છે. કોલસાની ખાણના મુખ પર સ્થિત સૌથી મોટી અનપરા પ્રોજેકટમાં દરરોજ ૪૦ હજાર એમટી કોલસાની જરૂર પડે છે. જયારે એમજી આરમાંથી તેને માત્ર ૩૦-૩૨ હજાર એમટી કોલસો મળી રહ્યો છે. બાકીનો કોલસો પ્રોજેકટના પોતાના સ્ટોકમાંથી લેવામાં આવી રહયો છે. જેના લીધે કટોકટી વધી રહી છે. 

રેલ રૈકમાંથી સપ્લાય શરૂ ન થવાને કારણે હવે રોડ દ્વારા કોલસો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. લગભગ એક લાખ મેટ્રિક ટન કોલસાનું પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવશે. જેમાં રોજના ૫ હજાર મેટ્રિક ટન કોલસાનો સમાવેશ થાય છે. આનાથી પ્રોજેકટના સ્ટોકમાંથી કોલસો કાઢવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. વીજળીની સતત વધતી માંગ વચ્ચે, પ્રોજેકટના સ્ટોકમાં રાખવામાં આવેલા કોલસામાં સતત વધારો થઇ રહયો છે. 

ગયા સપ્તાહમાં ૩.૨૫ મેટ્રિક ટન કોલસાના સ્ટોકમાં એક સપ્તાહમાં ૫૫ હજાર મેટ્રિક ટનનો ઘટાડો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રોજેકટમાં હવે ૨.૭૦ એમટી કોલસાનો સ્ટોક બાકી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here