વિશેષ ધ્યાન નહિ અપાય તો દેશમાં અન્નની અસલામતી ઊભી થશેઃ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન 

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને ચેતવણી ઉચ્ચારી છે કે ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે ધ્યાન નહિ અપાય તો દેશમાં અન્નની અસલામતી ઊભી થવા સંભવ છે. આ ભય માત્ર ખેડુતો ઉપર જ તોળાતો નથી, પરંતુ આપના સર્વે ઉપર તોળાઈ રહ્ના છે. અન્ન-અસલામતી ઍક વ્યાપક છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ઘઉંના પુરવઠા અને ભાવ ઉપર પણ ઘેરી અસર થઈ છે. તેમાંયે જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણા બધાનું થશે શું? ઈસ્લામાબાદમાં યોજાયેલા ઍક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં દેશના પૂર્વ વડાપ્રધાને કહ્નાં હતું કે, જનસામાન્ય સંભવિત દુષ્કાળના ભયથી પણ ભયભીત બનેલા છે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધે મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ અંગે બોલતા પાકિસ્તાન-તેહરિક-ઍ-ઈન્સાફ  (ભ્વ્ત્)ના આ નેતાઍ કહ્નાં હતું કે ઈંધણ અને વીજળીની કટોકટીઍ અને તેના વધી રહેલા દરે ખેડૂતોના હાલ-બેહાલ કરી નાખ્યા છે. પાકિસ્તાનની વર્તમાન શાહબાઝ શરીફની સરકાર ઉપર ઉગ્ર પ્રહારો કરતા તેમણે કહ્નાં હતું કે, આર્થિક ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે. તો બીજી તરફ ફુગાવો વધતો જાય છે. ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ ઍન્ડ સિક્યોરિટી (ત્જ્જ્ય્ખ્લ્)ના રીપોર્ટ પ્રમાણે વિચાર્યા વિનાનું આયોજન અને કૃષિ-ઉત્પાદનોની ગેરવ્યવસ્થાને લીધે પાકિસ્તાનમાં અનાજની તીવ્ર કટોકટી ઊભી થઈ છે. તમામ ખાદ્ય પદાર્થો મોંઘા થતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો લોકો ભૂખમરાની નજીક પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં અન્નની અસલામતી માટે ઘણા પરિબળો કારણભુત છે. પરંતુ દેશમાં વ્યાપી રહેલો ભ્રષ્ટાચાર પણ તેટલો જ જવાબદાર છે.