વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યુ ફીજી દેશનું સર્વોચ્ચ સન્માન ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’

ફીજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે ત્યારે ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરી રહ્યા છે. હાલ વડાપ્રધાન મોદી જાપાના સહિતના દેશોના પ્રવાસે છે ત્યારે પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ વડાપ્રધાન મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી સન્માનિત કર્યા. યજમાન દેશ પાપુઆ ન્યુ ગિનીએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ’થી નવાજ્યા છે. વડાપ્રધાન મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. અહીં તેમણે ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન શિખર સમ્મેલનમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મરાપે સાથે કોન્ફરન્સની સહ-અધ્યક્ષતા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એક વિશ્વસનીય ભાગીદારના રૂપમાં ભારતને જોઈ શકે છે. તેમણે મારાપેને તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી.