
હિંમતનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબરડેરીએ પહોંચી દૈનિક ૧૨૦ મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા ૩૦૫ કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને ૧૨૫ કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં પિયા ૬૦૦ કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ સાબર ડેરીમાં ૧૨૦ મિલિયન ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ . ૩૦૦ કરોડથી વધુ છે. પ્લાન્ટનું લેઆઉટ વૈશ્ર્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરે છે. લગભગ શૂન્ય ઉત્સર્જન સાથે અત્યંત ઊર્જા કાર્યક્ષમ છે. પ્લાન્ટ નવીનતમ અને સંપૂર્ણ સ્વયંસંચાલિત બલ્ક પેકિંગ લાઈનથી સજ્જ છે. સાથે સાથે વડાપ્રધાને એસેપ્ટિક મિલ્ક પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ એક અત્યાધુનિક પ્લાન્ટ છે જેની ક્ષમતા દરરોજ ત્રણ લાખ લિટર છે. આ પ્રોજેક્ટ લગભગ . ૧૨૫ કરોડના કુલ રોકાણ સાથે અમલમાં આવ્યો છે. પ્લાન્ટમાં અત્યંત ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી સાથે નવીનતમ ઓટોમેશન સિસ્ટમ છે. આ પ્રોજેક્ટ દૂધ ઉત્પાદકોને વધુ સા મહેનતાણું સુનિશ્ર્ચિત કરવામાં મદદ કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સાબર ચીઝ એન્ડ વ્હી ડ્રાયિંગ પ્લાન્ટ પ્રોજેક્ટનો શિલાયન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ . ૬૦૦ કરોડ છે. આ પ્લાન્ટ ચેડર ચીઝ, મોઝેરોલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝનું ઉત્પાદન કરશે. સાબર ડેરીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધ ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી બનાવે છે અને તેનું માર્કેટિંગ કરે છે.
આ પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર ૨૦ મહિલાઓ સાથે ૧૦ મિનીટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલનને લઈને વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ ગઢોડા પાસે પહોંચી પશુપાલક મહિલાઓને સંબોધન કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને ત્રણ સુકન્યા બાળકીઓ, પાંચ પશુપાલકોનું સન્માન કર્યુ હતું. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યાં હતા.