મોરબી દુર્ઘટના પર જો બિડન, શી જિનપિંગે સંવેદના વ્યક્ત કરી

 

મોરબી: મોરબીમાં ઝૂલતોપૂલ તૂટી પડતા થયેલ ગોઝારા અકસ્માતમાં પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા અમેરિકાના પ્રમુખ જો બિડેને દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની જીલ બિડેન ભારતમાં પુલ તૂટી પડવાના કારણે તેમના આ દુખદ ઘડીમાં અમે ભારતના લોકો સાથે ઉભા છીએ. અગાઉ ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટનાને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. 

ગુજરાતના રાજભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકારના અધિકારીઓ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ દુર્ઘટના પર મુખ્યમંત્રીએ ૨ નવેમ્બરે રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ દિવસે ગુજરાતમાં રાષ્ટ્રધ્વજ અડધે લહેરાવવામાં આવશે. તે જ સમયે, રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે, ‘વોશિંગ્ટન આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે રહેશે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સમર્થન આપશે.

વધુમાં બિડેને તેમના ટ્વિટમાં લખ્યું, જીલ અને હું પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના પાઠવીએ છીએ, જેઓ. ભારતમાં પુલ તૂટી પડવાની ઘટના દરમિયાન તેમના પ્રિયજનોને ગુમાવ્યા. જેના કારણે તેઓ ગુજરાતમાં દુ:ખની ઘડીનો સામનો કરી રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

મોરબી દુર્ઘટના પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું કે, ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તુટી પડવાની દુર્ઘટના બની હતી. ૩૦ ઓક્ટોમ્બરે બનેલી આ ઘટનામાં ૧૩૨થી વધારે લોકોનુ મોત થયુ હતુ. આ બાદ રાજ્યના મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત દેશના અન્ય નેતાઓએ પણ આ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. 

( Pequim – China, 24/05/2019) Vice-Presidente da República, Hamilton Mourão, durante Audiência com o Presidente da República popular da China, Senhor Xi Jinping. Foto: Adnilton Farias/VPR

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તથા ઘાયલોને મળી તેમના હાલચાલ પુછ્યા હતા. આ ઘટના પર ઘણા વિદેશના નેતાઓએ પોતોની પ્રતિક્રીયા આપી હતી તથા પીડિત પરીવારોને સાંત્વના આપી હતી. આ સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મામલે નિવેદન આપ્યુ છે. 

શી જિનપિંગે મોકલ્યો શોક સંદેશ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનનાર શી જિનપિંગે મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શોક સંદેશ પાઠવ્યો છે. ચીનના સત્તાવાર રાજ્ય પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે ચીની રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને શોક સંદેશ મોકલ્યો છે. તેમના શોક સંદેશમાં શી જિનપિંગે લખ્યું છે કે, ચીની સરકાર અને ચીનના લોકો વતી હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૩૨ થઈ ગયો છે, જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here