અમિત શાહે ગુજરાતમાં ૭૫૦ બેડ ધરાવતી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

 

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત ૧૫૦ બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર ઍજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું.

પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં કલોલ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે આરોગ્યની  આધુનિક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થશે. આદર્શ મલ્ટિસ્પેશાલિટી હોસ્પિટલની સાથે સાથે તેમણે મેડિકલ કોલેજનું આયોજન પણ કરવા વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો

વધુમાં શાહે કહ્નાં હતું કે, કામદાર વીમા યોજના હેઠળ નિર્માણ પામનારી ૧૫૦ બેડની સંપૂર્ણ આધુનિક હોસ્પિટલથી કલોલ, કડી અને છત્રાલ તથા આસપાસના વિસ્તારોમાં કામ કરતા શ્રમિક અને કામદાર ભાઈઓને ઘર આંગણે સારી મેડિકલ સેવાઓનો લાભ મળશે. ઍટલું નહીં કલોલ શહેર અને તાલુકાના સૌ નાગરિકોને પણ હોસ્પિટલની સેવાઓનો લાભ મળશે. કલોલમાં નિર્માણ પામનારી ૭૫૦ બેડની આદર્શ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૩૫ ટકા જેટલા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાનો સંકલ્પ ટ્રસ્ટે કર્યો છે. હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ નાગરિકોને પણ સારવાર ઉપલબ્ધ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત સેવારત કામદાર વીમા યોજનાને સમગ્ર દેશભરમાં સજીવન કરીને ઉમદા કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવના નેતૃત્વમાં ક્ષેત્રમાં ખૂબ સારૂં કામ થઈ રહ્નાં છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં તાજેતરમાં સાણંદમાં ૧૫૦ બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. હોસ્પિટલથી વિસ્તારમાં કામ કરતા ,૩૦,૦૦૦ જેટલા કામદારોને લાભ મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here