બ્રિટનમાં ઋષિ સુનક અપનાવી રહ્યાં છે કેજરીવાલ મોડલ

 

લંડન: બ્રિટનના પૂર્વ નાણાંમંત્રી ઋષિ સુનકે વચન આપ્યું કે જો તે દેશના આગામી પ્રધાનમંત્રી બને તો ઘરોમાં વધતા વીજળી બિલોથી છુટકારો અપાવવા માટે લોકોની મદદ માટે વધુ ધન આપશે. પ્રધાનમંત્રી પદની રેસમાં સામેલ કંઝર્વેટિવ પાર્ટીના નેતાઓમાં ૪૨ વર્ષીય સુનક પણ સામેલ છે. તેમણે લોકોની આર્થિક મદદ માટે લોન સીમિત કરી બચત કરવા પર ભાર આપ્યો હતો. નોંધનીય છે કે લગભગ આવા ચૂંટણી વચનો દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આપ્યા હતા. તેમની આ સિસ્ટમ મદદગાર રહી. આ સફળતાને જોતા કેજરીવાલે પંજાબની ચૂંટણીમાં પણ ફ્રી વીજળીનું વચન આપ્યું હતું અને ચૂંટણી જીતી લીધી હતી. બ્રિટનમાં વીજળી ક્ષેત્રમાં કામ કરનારી સંસ્થા કોનવૈલ ઇનસાઇટે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે વધતુ લાઇટ બિલ આ શિયાળામાં અનુમાનથી વધુ હોઈ શકે છે. સુનકે કહ્યુ મારા મગજમાં કોઈ શંકા નથી અને વધુ સમર્થનની જરૂર પડશે. પ્રધાનમંત્રી પદની રેસમાં સુનક અને વિદેશ મંત્રી લિઝ ટ્રસના પ્રચારમાં વીજળી બિલ એક મહત્વનો મુદ્દો બનેલો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પીએમ બોરિસ જોનસનના રાજીનામા બાદ તેમના ઉત્તરાધિકારીની ચૂંટણી માટે સત્તારૂઢ કંઝર્વેટિવ પાર્ટીનું એક ચૂંટણી અભિયાન ચાલી રહ્યું છે. સપ્ટેમ્બરમાં પાર્ટી સભ્યોના અંતિમ વોટિંગ દ્વારા નવા પ્રધાનમંત્રીની પસંદગી થશે. ઘણા તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં સુનકની વિરોધી વિદેશ મંત્રી લિઝ ટ્રસ આગળ ચાલી રહ્યાં છે. અત્યાર સુધી થયેલા બે જનમત સંગ્રહમાં ટ્રસે સુનક પર લીડ બનાવી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here