ચીનમાં કોરોના બાદ હવે નવો ખતરનાક વાયરસ મળ્યો 

 

વુહાન: ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ તબાહી મચાવી. લાખો લોકોના જીવ ગયા. હજુ તો દુનિયા આ વાયરસના કહેરમાંથી બહાર નથી આવી ત્યાં ચીનમાં નવો વાયરસ મળી આવ્યો છે. આ નવા વાયરસનું નામ જૂનોટિક લેંગ્યા છે. ચીને જૂનોટિક લેંગ્યા વાયરસના ૩૫ કેસની પુષ્ટી કરી છે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ નવા પ્રકારના હેનિપાવાયરસ લેંગ્યાથી ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લોકો સંક્રમિત મળી આવ્યા છે. ચીનમાંથી નીકળેલો આ નવો વાયરસ કેટલો ખતરનાક છે તે ખાસ જાણો. આ વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં તાવ, થાક, ઊધરસ, ભૂખ ઓછી લાગવી, સ્નાયુઓમાં સમસ્યા, માથાનો દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે. શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લેંગ્યા હેનિપાવાયરસ સંક્રમણના ૩૫માંથી ૨૬ કેસમાં તાવ, ચિડચિડિયાપણું, ઉધરસ, માથાનો દુખાવો, ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા. પૂર્વ ચીનમાં તાવવાળા રોગીઓના ગળામાંથી લેવાયેલા સેમ્પલમાં તે જોવા મળ્યો છે. તજજ્ઞોનું કહેવું છે કે આ વાયરસથી હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. પરંતુ એ કેટલો જોખમી હોઈ શકે તેના પર હજુ રિસર્ચ ચાલુ છે. હાલ તેનાથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ તેનાથી બચાવના ઉપાય કરવા જરૂરી છે. હેનિપાવાયરસ લેંગ્યા વાયરસ માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here