દુબઈમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

Image of Mahatma Gandhi from the Reuters archives

 

દુબઈ: યુએઈના મંત્રી શેખ નાહયાન બિન મુબારકલ નાહ્યાને દુબઈમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નાહ્યાને ભારતને યુએઈનો નજીકનો મિત્ર ગણાવ્યો હતો. તેમની સાથે ભારતના રાજદૂત સંજય સુધીર પણ હતા. શેખ નાહ્યાને આ પ્રસંગે મહાત્મા ગાંધીના અહિંસા અને શાંતિના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ તેમના ગ્રીક સમકક્ષ નિકોસ ડેંડિયાસને મળ્યા હતા અને દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરી હતી. લેખીએ ટ્વીટ કર્યું, ‘ડેન્ડિયાસ સાથે ખૂબ જ ઉપયોગી ટોપીક પર ચર્ચા થઈ.’ ડેન્ડિયાસે જણાવ્યું હતું કે, ‘અમારી ચર્ચાઓ અર્થતંત્ર અને સંસ્કૃતિ સ્થળાંતરના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે.’