સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ અંગે ધમસાણ હજી ચાલી રહયું છે.. મોટાભાગની મહિલાઓને ધક્કામુકીનો સામનો કરીને પરત ફરવુંં પડયું છે..મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિવાદ વધુ ને વધુ વકરી રહયો છે.

0
860

 

સુપ્રીમ કોર્ટે  10 વરસથી 50 વરસની મહિલાઓના મંદિર પ્રવેશ નિષેધને ગેરકાયદે જાહેર કરીને મહિલાઓને દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરવાની છૂટ જાહેર કર્યા બાદ પણ સબરીમાલા નો પરિવેશ . સબરીમાલાનો વિસ્તાર તનાવ અને ધક્કામુક્કી , વિરોધ અને ઉગ્રતાથી છલકાઈ રહયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયની છડેચોક અવગણના કરવામાં આવી રહી છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓનાી પ્રવેશનો મામલો હવે અનેક પ્રકારના રાજકારણથી રંગાઈ ગયો છે. મંદિરમાં પ્રવેશ કરતી મહિલાઓને બળજબરીથી પાછી મોકલવામાં આવી રહી છે. મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા સામાજિક કાર્યકર મહિલા રેહાનાના નિવાસસ્થાન પર કેટલાક તોફાની તત્વોએ તોડફોડ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આજે બે મહિલાઓ પોલીસ અધિકારીઓની સાથે મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી હતી, પણ તેમને મંદિરમાં પ્રવેશ મળ્યો નહોતો. સબરીમાલા મંદિરના પૂજારીઓ વરસોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માગે છે. તેઓ મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન કરવાની અપીલ કરી રહયા છે. મંદિરના સમર્થકો દેખાવો યોજી રહ્યા  છે. રાજ્ય સરકારનું વહીવટીતંત્ર લોકોને શાંતિ જાળવવા માટે વિનંતી કરી રહયું છે. મંદિરની નિકટના કેટલાક વિસ્તારોમાં બે દિવસ માટે 144મી કલમ લાગુ કરીને સંચારબંધી અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓના પ્રવેશ સામે વિરોઘ વ્યકત કરતા પ્રદર્શનો યોજાઈ રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here