દુનિયાભરના ટોપ ૧૦૦ ઉભરતા સ્ટાર્સની યાદીમાં ભારતમાંથી ફક્ત આકાશ અંબાણી

 

ન્યુયોર્કઃ ચાલુ વર્ષેટાઈમ ૧૦૦ નેકસ્ટઍટલે કે દુનિયાભરના ટોપ ૧૦૦ ઉભરતા સ્ટાર્સની યાદીમાં ભારતમાંથી ફક્ત આકાશ અંબાણી (૩૦)નું નામ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા આકાશને ચાલુ વર્ષે જૂનમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોના ચેરમેન બનાવાયા હતા. જિયોના ૪૨. કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે. આકાશને લીડર્સ કેટેગરીમાં પસંદ કરાયા છે. તેમણે જિયોમાં ગૂગલ અને ફેસબુકમાંથી અબજો ડોલરનું રોકાણ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યાદીમાં ઓન્લીફેન્સના સીઈઓ આમ્રપાલી પણ સામેલ છે. અમેરિકામાં રહેતી આમ્રપાલી ભારતવંશી છે. તેમનો જન્મ ૧૯૮૫માં મુંબઈમાં થયો હતો. તે ઉપરાંત યુઍસ ઓપન૨૦૨૨ની વિજેતા કાર્લોસ અલ્કરાજ અને બ્રિટિશ અભિનેત્રી સિમોન ઍશ્લે પણ ઉભરતા સ્ટાર્સની યાદીમાં સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here