ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છેઃ અમેરિકાના દાવાથી વિશ્વમાં ખળભળાટ

 

મોસ્કોઃ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો પર કેટલાક મહિનાની ઍકંદર શાંતિ પછી ફરી ઍક વખત રશિયાઍ ભયાનક હુમલા શરૂ કર્યા છે. રશિયાઍ યુક્રેન પર ૮૪ મિસાઈલ છોડી ભયાનક હુમલો કર્યાના બીજા દિવસે પડ્ઢિમમાં લવીવથી લઈને પૂર્વમાં ખારકીવ સુધીના શહેરોમાં મિસાઈલડ્રોનથી મહિનાઓનો ભયાનક હુમલો કર્યો હતો. ઘટનાઓ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, રશિયા યુદ્ધમાં પરમાણુ હુમલા કરતાં પણ ખચકાશે નહીં. સાથે અમેરિકાઍ પણ ૧૦૦ પરમાણુ શસ્ત્રો યુરોપમાં મોકલ્યા હોવાનો દાવો કરાયો છે.

રશિયાઍ યુક્રેનના ચાર પ્રાંતોને પોતાના દેશમાં ભેળવી દીધા પછી યુદ્ધનો અંત આવશે, તેમ મનાતું હતું, પરંતુ ગયા સપ્તાહના અંતમાં રશિયા અને ક્રિમિયાનો પૂલ તોડી પડાયા પછી રશિયાઍ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાઍ યુક્રેનની રાજધાની કીવ, ખારકીવ, લવિવ, ડિનિપ્રો, ટેર્નોપિલ સહિતના શહેરોમાં ૮૪થી વધુ મિસાઈલોનો મારો કરી ભયાનક વિસ્ફોટો કર્યા હતા

રશિયાઍ લવીવ ઓબ્લાસ્ટ શહેરમાં ચાર ઈલેક્ટ્રિક સબસ્ટેશન ઉડાવી દીધા હતા, જેને પગલે શહેરમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, તેમાં બે સબસ્ટેશન્સ પર બે દિવસમાં બીજી વખત મિસાઈલ મારો કર્યો હતો. રશિયાઍ યુક્રેનના બે શહેરો કીવ અને ખારકીવમાં સબવે સ્ટેશન્સ સહિત આશ્રય સ્થળો પર મિસાઈલ મારો કર્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનાં પત્ની ઓલેનાઍ કીવ સબ સ્ટેશનની સીડીઓ પર આશરો લઈ રહેલા લોકો ઍક લોક ગીત ગાતા હોય તેવો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો

દરમિયાન રશિયા દુનિયાને પરમાણુ હુમલાની ધમકીઓથી ડરાવી રહ્નાં છે અને સ્થિતિ કાબુમાં નહીં આવે તો નિષ્ણાતો ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી રહ્ના છે. તેવામાં અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં રશિયાની બાબતો અંગેના ભૂતપૂર્વ સલાહકાર ફિયાનો હિલેઍ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં પડ્ઢિમી દેશો અને રશિયા વચ્ચે પહેલાંથી વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણે લાંબા સમયથી સ્થિતિમાં છીઍ, પરંતુ તે જાણી શક્યા નથી

બીજીબાજુ અમેરિકન પ્રમુખ બાઈડેન પણ અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે કે ક્યુબા મિસાઈલ કટોકટી પછી ૬૦ વર્ષમાં પહેલી વખત દુનિયા ઉપર પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. ઉપરાંત પુતિન પરમાણુ હુમલા અંગે મઝાક નથી કરી રહ્ના

વધુમાં ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટઍ દાવો કર્યો હતો કે અમેરિકાના ૧૦૦ પરમાણુ શસ્ત્રો નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઈટાલી અને તુર્કીમાં છે. સામે છેડે બેલારૂસના પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેકોઍ સેન્ટ પિટર્સબર્ગમાં વ્લાદિમિર પુતિનની મુલાકાત લીધી હતી અને યુક્રેન યુદ્ધમાં ઝુકાવવાની તૈયારી દર્શાવી હતી. જોકે, બેલારૂસના સંરક્ષણ મંત્રીઍ યુક્રેન યુદ્ધમાં તેમની સીધી સામેલગીરીની વાત નકારી કાઢી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here