ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અપડેટ – રોજગાર આધારિત વિઝાની ઉપલબ્ધિ

તાજેતરમાં ઇબી-1, ઇબી-2, ઇબી-3 અને થર્ડ અધર વર્ર્ડ્સ (ઇડબ્લ્યુ) પ્રેફરન્સ કેટેગરી માટે વિઝા ઉપલબ્ધિની પૂછપરછ સંબંધિત માહિતીના અનુસંધાનમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (ડીઓએસ) નીચે મુજબની માહિતી આપે છેઃ
ઇબી- પ્રેફરન્સ કેટેગરી
સપ્ટેમ્બર, 2018નું વિઝા બુલેટિન સેક્શન એચમાં નિર્દેશ કરે છે કે ઇબી-2 વર્લ્ડવાઇડ માટે આગમી મહિનાઓમાં વિઝાની ઉપલબ્ધિ રહેશે. તમામ દેશો માટે ઓક્ટોબર ફાઇનલ એક્શન ડેટ્સ અમલી બનશે. ડિસેમ્બર માસ અગાઉ જો કોઈ હિલચાલ થશે તો તે મર્યાદિત બની રહેશે.
આ માસની ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની નોટિસ સંબંધિત, આ વિભાગમાં થતી પૂછપરછના પ્રતિભાવમાં 10મી ઓગસ્ટ, 2018ના રોજ, સપ્ટેમ્બર, 2018 વિઝા બુલેટિનમાં એક માસ એડવાન્સ હોવા છતાં, આશા છે કે ઇબી-1 વર્લ્ડવાઇડ કેટેગરી 1 ઓક્ટોબર, 2018ના રોજ કરન્ટ તરીકે પરત આવશે. (ભૂતકાળના વર્ષોની જેમ), અને ઓક્ટોબર, 2018 દરમિયાન કરન્ટ તરીકે આ કેટેગરીની ભારે માગ ઊભી થશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ માને છે કે ઇબી-1 ચીન અને ઇબી-1 ઇન્ડિયા ઓક્ટોબર, 2018માં ફાઇનલ એક્શન ડેટ્સ તરીકે ચાલુ રહેશે, જે ઇબી-1 વર્લ્ડવાઇડ માટે પ્રસ્થાપિત તારીખો કરતાં વહેલી ગણાશે.
નાણાકીય વર્ષ 2019ના બીજા ત્રિમાસિક દરમિયાન અથવા ડિસેમ્બર અગાઉ ઇબી-1 કેટેગરી વધુ આગળ વધશે.
ઇબી-2, ઇબી-3 અને અન્ય વર્ક્઱્સ પ્રેફરન્સ કેટેગરીઃ
રોજગાર આધારિત વિઝાસંખ્યાની વધુ માગના કારણે ફાઇનલ એક્શન ડેટ્સ સપ્ટેમ્બર, 2018ના વિઝા બુલેટિનમાં નવમી ઓગસ્ટ, 2018થી તત્કાલ અમલી બની હતી. આ કેટેગરીમાં વર્લ્ડવાઇડ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, મેક્સિકો, ફિલિપાઇન્સ ઇબી-2, ઇબી-3, ઇડબ્લ્યુ પ્રેફરન્સ કેટેગરીમાં વિઝાની અરજીઓ આવતી હતી. વિઝા અરજીકર્તાઓના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર, 2018ના વિઝા બુલેટિનમાં આ ફેરફાર સેક્શન-જી અંતર્ગત હતો. સપ્ટેમ્બરમાં રોજગાર આધારિત સેકન્ડ-થર્ડ પ્રેફરન્સ કેટેગરીમાં વર્લ્ડવાઇડ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, મેક્સિકો, ફિલિપાઇન્સ રોજગાર – આધારિત સેકન્ડ (ઇ-ટુ), થર્ડ (ઇ-થ્રી) અને થર્ડ અધર વર્કર (ઇ ડબ્લ્યુ) પ્રેફરન્સનો સમાવેશ થાય છે. જુલાઈના વિઝા બુલેટિનમાં વાચકોને સલાહ આપવામાં આવી હતી કે રોજગારીની સંખ્યામાં વધારો થયો છે અને જેના પરિણામે નવી ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું સફળ અમલીકરણ શક્ય બન્યું છે. આથી વિઝા મળ્યાની નવી માગના કારણે તાત્કાલિક સપ્ટેમ્બરમાં ઇ-ટુ, ઇ-થ્રી, ઇડબ્લ્યુ ફાઇનલ એક્શન ડેટ્સના અમલીકરણની જરૂરિયાત ઊભી થઈ છે. આ પગલું ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને નાણાકીય વર્ષ 2018 અંતર્ગત વાર્ષિક મર્યાદામાં રહીને વર્લ્ડવાઇડ સંખ્યાના ઉપયોગની મંજૂરી આપશે.
સપ્ટેમ્બર, 2018ના વિઝા બુલેટિનમાં ફાઇનલ એક્શન ડેટ્સ અનુસાર, વર્લ્ડવાઇડ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, મેક્સિકો, ફિલિપાઇન્સ, વિયેતનામ ઇબી-2, ઇબી-3 અને ઇડબ્લ્યુ પ્રેફરન્સ કેસો માટે તાત્કાલિક અમલી બનશે. યુએસસીઆઇએસને ખ્યાલ છે કે ગયા મહિને જુલાઈ, 2018માં આ પોલિસીનું અમલીકરણ થયું હતું, જ્યારે ઇબી-1 પ્રેફરન્સ કેટેગરીમાં સમાન અસર થઈ હતી. ઇબી-1 ફાઇનલ એક્શન ડેટ (ઓગસ્ટ, 2018 વિઝા બુલેટિન) દર્શાવે છે કે રોજગાર – આધારિત વિઝા અરજીઓમાં આઇ-485 વિઝા અરજી સ્વીકારવાનું ચાલુ રાખવામાં આવશે, જે હાલમાં ઓગસ્ટ, 2018 વિઝા બુલેટિન ફાઇનલ એક્શન ડેટ્સ અંતર્ગત ‘કરન્ટ’ કેટેગરી દર્શાવે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે તાજેતરમાં યુએસસીઆઇએસ સર્વિસ સેન્ટર ઓપરેશન્સ ડિરેક્ટોરેટ (સ્કોપ્સ)નો સંપર્ક કર્યો હતો અને નક્કી કર્યું હતું કે તે ઇબી-2, ઇબી-3, ઇડબ્લ્યુ પ્રેફરન્સ કેટેગરીમાં ઓગસ્ટ દરમિયાન અરજીકર્તાઓ તરફથી વિઝા અરજી સ્વીકારવાનું ચાલુ રાખશે. સ્કોટ્સ દ્વારા પણ ખરાઈ કરાઈ હતી કે યુએસસીઆઇએ સર્વિસ સેન્ટર્સ અને લોકબોક્સ સુવિધા આઇ-485 અરજીઓ ઓગસ્ટમાં સ્વીકારવાનું ચાલુ રાખશે, જે ફાઇનલ એક્શન ચાર્ટમાં દર્શાવેલી તારીખો અગાઉની તારીખોએ અરજીકર્તા અરજી કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here