જાણીતા હાસ્યકાર-સમાજસેવી ડો. જગદીશ ત્રિવેદી અમેરિકાના પ્રવાસે

 

રાજકોટઃ ગુજરાતના જાણીતાં વિખ્યાત હાસ્યકાર, ચિંતક, લેખક અને સમાજસેવકની નામના મેળવનાર ડો. જગદીશ ત્રિવેદી અમેરિકા અને કેનેડાનાં બે મહિનાનાં પ્રવાસે જઈ રહ્યાં છે. પોતાની આવકને શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે દાન કરીને ઉમદા સમાજસેવા કરતા જાણીતા હાસ્યકાર જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમેરિકા તથા કેનેડાનાં પ્રવાસે જઇ રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓને હાસ્ય અને સાહિત્ય પીરસશે. ઉલ્લેખનિય છે કે, ત્રણ વખત પીએચ.ડી. કરનાર એકમાત્ર ગુજરાતી એવા ડો. જગદીશભાઈએ પોતાનાં કાયર્ક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાની નેમ લીધી છે. તેઓએ અત્યાર સુધીમાં સાત સરકારી શળા અને ત્રણ લાયબ્રેરી બનાવીને રૂપિયા ત્રણ કરોડથી વઘુનું દાન કરેલ છે. (વધુ માહિતી માટે ૯૧-૯૮૨૫૨ ૩૦૯૦૩ ઉપર સંપર્ક કરો.)