કેનેડામાં વિદેશીઓ પ્રોપર્ટી નહિ ખરીદી શકે

 

કેનેડાઃ કેનેડામાં વિદેશીઓની સંખ્યા સતત વધતી જાય છે અને કેનેડાને વિદેશી કામદારોની જરૂર પણ છે. આમ છતાં કેનેડાઍ વિદેશીઓ વિરોધી ઍક નિર્ણય લીધો છે જેની અસર ભારતીયો પર પણ પડશે. કેનેડામાં રિયલ ઍસ્ટેટના ભાવ સતત વધતા જતા હોવાથી સરકારે વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવાની મનાઈ ફરમાવી છે. સરકારનો ઈરાદો પ્રોપર્ટીના ભાવને અંકુશમાં રાખવાનો છે. જા કે આ પગલું ફ્રી માર્કેટના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. કેનેડામાં કોવિડના કેસ વધ્યા ત્યારથી મકાનોના ભાવ સતત વધતા જાય છે. કેટલાક રાજકારણીઓ માને છે કે અમુક બાયર્સ ઈન્વેસ્ટમેન્ટ માટે મકાનો ખરીદતા રહે છે જેના કારણે પ્રોપર્ટીના ભાવ વધી ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના ચૂંટણી પ્રચારમાં પણ જણાવાયું હતું કે લોકો નફાખોરી કરવા માટે કેનેડામાં મકાનો ખરીદી રહ્ના છે. તેમાં ધનાઢય ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો સામેલ છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ શહેરોમાં આવેલા મકાનો માટે જ લાગુ પડશે. મનોરંજન માટેની પ્રોપર્ટી ખરીદવા પર કોઈ નિયંત્રણ નથી. ઍટલે કે ભારતીયો તથા બીજા વિદેશીઓ સમર કોટેજ જેવી પ્રોપર્ટી ખરીદી શકશે.