લાદેનની યજમાની કરનારાઓ યુઍનમાં સંબોધન કરવાને લાયક નથીઃ ઍસ જયશંકર

 

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર પાકિસ્તાનની ટિપ્પણી બાદ ભારતના વિદેશ મંત્રી ઍસ જયશંકરે ઍ જ મંચ પર પ્રતિક્રિયા આપી છે. ઍસ જયશંકરે કહ્નાં કે જે દેશ ઓસામા બિન લાદેનને હોસ્ટ કરી રહ્ના હતો, જેણે તેના પડોશીની સંસદ પર હુમલો કર્યો હતો. તે યુઍન જેવા શક્તિશાળી પ્લેટફોર્મ પર પ્રવચન આપવા માટે કાબેલ નથી. સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં કાઉન્ટર ટેરરિઝમ અને રિફોર્મ્ડ મલ્ટિલેટરલિઝમ પર બે મહત્વપૂર્ણ ઈવેન્ટ થઈ રહી છે. યુઍનમાં ભારતના સ્થાયી સભ્ય રૂચિરા કંબોજની અધ્યક્ષતામાં મલ્ટિલેટરલિઝમ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોઍ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે ચીન અને પાકિસ્તાન બંને પર નિશાન સાધ્યું હતું. કહ્નાં, સ્વાભાવિક રીતે આપણે મલ્ટિલેટરલિઝમમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્ના છીઍ. આપણા પોતાના મંતવ્યો હોઈ શકે છે, પરંતુ સર્વસંમતિ ઉભરી રહી છે, ઓછામાં ઓછું આપણે આમાં વિલંબ ન કરવો જોઈઍ. વિશ્વ આતંકવાદ સામે લડી રહ્નાં છે અને આવા સમયે કેટલાક લોકો આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય ઠેરવી રહ્ના છે. તેમને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો દુરૂપયોગ કરી રહ્ના છે. વિશ્વ કટોકટી, યુદ્ધો અને હિંસાના સમયમાંથી પસાર થઈ રહ્નાં છે, તે સંઘર્ષ કરી રહ્નાં છે. શાંતિ લાવવા અને રસ્તો બતાવવા માટે મહાત્મા ગાંધીના આદર્શોની હજુ પણ જરૂર છે. ભારતે આ વર્ષના ડિસેમ્બરના અંતમાં ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ પહેલા વિદેશ મંત્રી ઍસ જયશંકરે બે આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરવા સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here