કફ સિરપથી થતા મૃત્યુ પર WHO  કડક: તમામ દેશોને એલર્ટ જારી

 

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન (WHO )એ વિશ્ર્વના તમામ દેશોને દૂષિત દવાઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની અપીલ કરી છે. તાજેતરના સમયમાં ખાંસીની દવાને કારણે ઘણા બાળકોના મોતના કિસ્સા સામે આવ્યા છે. WHO એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઝામ્બિય, ઇન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૩૦૦થી વધુ બાળકોના મોત થયા છે. તેમના મૃત્યુનું કારણ કિડનીની નિષ્ફળતા હતી અને તે દૂષિત દવાથી સંબંધિત હતી. ષ્ણ્બ્ કહ્યું કે કેટલાક કફ સિરપમાં ડાયેથિલિન ગ્યાલકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું ઊચું પ્રમાણ જોવા મળ્યું છે, જે બાળકોમાં કિડનીને નુકસાન પહોંચાડે છે. ડાયેથિલિન ગ્યાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ ઝેરી રસાયણો છે, જે ખૂબ ઓછી માત્રામાં પણ જીવલેણ સાબિત થઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનને તેના તમામ ૧૯૪ સભ્ય દેશોને પોતપોતાના દેશોમાં દૂષિત દવાઓ સામે પગલાં લેવાની અપીલ કરી છે, જેથી આવા વધુ મૃત્યુને અટકાવી શકાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને તેમના સંબંધિત બજારોમાંથી આવી દવાઓનું પરિભ્રમણ અટકાવવાનું કહ્યું છે, જેમાં ઝેરી તત્વો હોય છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે. બજારમાં ઉપલબ્ધ તમામ તબીબી ઉત્પાદનો સક્ષમ અધિકારી દ્વારા મંજૂર થયેલ હોવા જોઇએ અને તેમની પાસે અધિકૃત લાઇસન્સ પણ હોવું જોઇએ. તમામ સભ્યો દેશોએ પોતપોતાના દેશોમાં દવાઓના ઉત્પાદન સ્થળો પર આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પરીક્ષણની જોગવાઇ કરવી જોઇએ. ષ્ણ્બ્ અનુસાર, તબીબી ઉત્પાદનોની બજાર દેખરેખની સુવિધા આપવી જોઇએ. આમાં અનૌપચારિક બજારનો પણ સમાવેશ થાય છે. દેશો પાસે ઓછા પ્રમાણભૂત દવાઓના ઉત્પાદકો અને વિતરકો સાથે વ્યવહાર કરવા માટે પૂરતા કાયદા હોવા જોઇએ