ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત

મોસ્કોઃ ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૪૫ ડિગ્રી તાપમાન સામાન્ય થઇ જાય છે ત્યારે એ જાણીને નવાઇ લાગશે કે રશિયાના યાકુત્સ્ક નામના શહેરનું વાર્ષિક તાપમાન ૩૫ ડિગ્રી રહે છે. આ શહેર આર્કેટિક રેખાથી ૪૫૦ કિમી દૂર દક્ષિણ બાજુ લેના નદી પાસે વસેલું છે. ૨ લાખ ૭૦ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં ૧૨ મે થી ૧૦ સપ્ટેમ્બર સુધીના સમયને સમર ગણવામાં આવે છે. આમ યાકૂત્સ્ક શહેરના લોકો ગરમીના લીધે પરસેવે રેબઝેબ થવું પડતું નથી.૧૭ જુલાઇ આસપાસ આ શહેરનું તાપમાન ૨૦ ડિગ્રી થાય છે ત્યારબાદ તાપમાનનો પારો ખાસ ઉંચો જતો નથી. આથી ઉનાળા દરમિયાનના સરેરાશ તાપમાનનું માપ કાઢવામાં આવે તો ૧૬ ડિગ્રીથી વધારે થતું નથી. જયારે શિયાળાનો સમયગાળો ૧ નવેમ્બરથી ૧ માર્ચ સુધીનો ગણાય છે. આ દરમિયાન તાપમાન ઘટીને ૨૩ ડિગ્રી જેટલું રહે છે. ૧૩ જાન્યુઆરી આસપાસનો દિવસ સૌથી ઠંડો દિવસ ગણાય છે. જેમાં સામાન્ય તાપમાન ૩૬ ડિગ્રી જયારે ન્યુનતમ તાપમાન ૪૧ ડિગ્રી રહે છે.