ચીનમાં તિબેટ સિવાય બધા જ પ્રાંતમાં કોરોના વાઇરસનો કેરઃ ૧૩૨નાં મૃત્યુ

 

બીજિંગઃ ચીનમાં મંગળવારે કોરોના વાઇરસને કારણે વધુ ૨૪નાં મોત થયાંનું જાહેર થયું છે, જેને પગલે આ ચેપી રોગચાળાનો ભોગ બનનારા લોકોનો કુલ સત્તાવાર મૃત્યુઆંક વધીને ૧૩૨ થયો છે અને દેશમાં ૪,૫૧૫ લોકોને આ બીમારી થઈ હોવાની પુષ્ટિ થઈ છે એમ સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું. તિબેટ સિવાય ચીનના બધા જ પ્રાંતોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે અને એનો સામનો કરવો  સ્વાસ્થ્ય વિભાગ માટે મોટો પડકાર સાબિત થયો છે.

હુબેઇ પ્રાંતમાં નવા ન્યુમોનિયા જેવા વાઇરસના કુલ ૪,૫૧૫ કેસ નોંધાયા છે, જ્યારે ૨,૫૬૭ દરદીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાં ૫૬૩ની સ્થિતિ ગંભીર અને ૧૨૭ની સ્થિતિ અતિગંભીર છે, એમ હુબેઇ પ્રાંતના હેલ્થ-કમિશનરે મંગળવારે જણાવ્યું હતું. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, હુબેઇ પ્રાંતની હોસ્પિટલોમાં તાવના ૩૧,૯૩૪ દરદી દાખલ કરાયા છે. અત્યારસુધીમાં વાઇરસના ૪,૨૦૦ કેસોની પુષ્ટિ કરાઈ છે.

૧૭ વર્ષ પહેલાં ચીનમાં સાર્સ (લ્ખ્ય્લ્) નામના જીવલેણ વાઇરસથી સંક્રમણ ફેલાયું હતું, જેમાં લગભગ ૫,૩૨૭ ચીની નાગરિક સંક્રમિત થયા હતા. ૨૦૦૩માં ફેલાયેલા એ વાઇરસને લીધે ચીનમાં લગભગ ૩૪૯નાં મૃત્યુ થયાં હતાં, પરંતુ હવે ઠીક આ ઘટનાનાં ૧૭ વર્ષ બાદ ૨૦૨૦માં આવેલા નવા વુહાન કોરોના વાઇરસ (ઘ્ંર્શ્વંીઁ સ્જ્ઞ્શ્વ્યસ્ર્) ચીન માટે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. અત્યારસુધીમાં ફક્ત ચીનમાં જ લગભગ ૭,૭૦૦ નાગરિક કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. સત્તાવાર આંકડા અનુસાર, પડોશી દેશમાં જ લગભગ ૧૭૦ લોકો મોતને ભેટ્યા છે.   

સાર્સ પણ ચીનમાંથી પેદા થયેલો એક વાઇરસ હતો. આ વાઇરસને લીધે આખી દુનિયામાં હજારો લોકો સંક્રમિત થયા હતા. સાર્સ વાઇરસના સંક્રમણ અને મોતને જોતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ષ્ણ્બ્)એ એને મહામારી જાહેર કરી હતી. આ વાઇરસને લીધે ૧૭ દેશોમાં ૭૭૪ લોકોનાં મોત થયાં હતાં. 

સંક્રમણના મામલે એક વિશેષજ્ઞનું કહેવું છે કે ચીનમાં જન્મેલા કોરોના વાઇરસથી ચિંતિત થવું વાજબી છે. ચીને સાર્સ વાઇરસ વિશે પણ આખી દુનિયાને જાણકારી આપી ન હતી. સાર્સ ચીનમાં ફેલાઈ રહ્યો હતો અને નાગરિક સંક્રમિત થઈ મરી રહ્યા હતા. તેમ છતાં ચીની અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી સચોટ જાણકારી છુપાવીને એને એકદમ ઓછા કેસ બતાવ્યા હતા. આ ભૂલને લીધે ખતરાનું યોગ્ય અનુમાન ન લગાવી શકાયું અને ૧૭ દેશોમાં હજારો લોકો સાર્સ વાઇરસથી સંક્રમિત થયા હતા. જાણકારી છુપાવવાને લીધે યોગ્ય સમયે સાર્સ સામે લડવાની રસી પણ બનાવી શક્યા ન હતા.

ચીનના પાડોશી દેશ ભારત, શ્રીલંકા, પાકિસ્તાને પોતાના નાગરિકોને ચીનનો પ્રવાસ ન કરવા જણાવ્યું છે. બ્રિટનની સાઉથહેમ્પટન યુનિવર્સિટીના અભ્યાસમાં જણાવાયું છે કે કોરોના વાઇરસના સંક્રમણનો સૌથી વધુ ખતરો ૩૦ દેશોમાં છે, જેમાં થાઇલેન્ડ, જાપાન અને હોંગકોંગ મુખ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here