ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ માટેના EB-5 વીઝાની અરજીમાં ભેગી ફી ભરી શકાશે નહીં

 

વ્યક્તિગત રોકાણકાર તરીકે ઇમિગ્રન્ટ પિટિશન કરવા માટેનું Form I-526 અથવા રિજનલ સેન્ટર ઇન્વેસ્ટર તરીકે ઇમિગ્રન્ટ પિટિશન માટેનું Form I-526E ભરવામાં આવે અને તેની સાથે અન્ય પિટિશન્સ માટેના ફોર્મ ભરવામાં આવે ત્યારે હવે તે બધા ફોર્મ્સની ભેગી કમાઇન્ડ ફી USCIS પ્રથમ સપ્ટેમ્બરથી સ્વીકારશે નહીં. આ ફોર્મ્સ સાથે પરમેનન્ટ રેસિડન્સ માટેનું અથવા સ્ટેટસ એડજસ્ટ માટેનું Form I-485, ટ્રાવેલ ડૉક્યુમેન્ટ માટેનું Form 131, એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટેનું Form I-765 ભરવામાં આવે ત્યારે તેની ફી અલગથી ભરવાની રહેશે.

જોકે અરજદાર Forms I-485, I-131 અને I-765 માટેની ફી સંયુક્ત રીતે ભરી શકે છે. પરંતુ તેની સાથે Form I-526 અથવા I-526E માટેની ફી ભરવાની થાય તે અલગથી જ ભરવાની રહેશે. આ બંને ફોર્મ્સ સાથે અન્ય ફોર્મ્સની ફી પણ સાથે ભરી દેવામાં આવશે ત્યારે USCIS તેને રદ કરીને ફી પરત મોકલી આપશે.

ઇમિગ્રેશન બેનિફિટ માટેની રિક્વેસ્ટ આવે તે માટેની પ્રોસેસિંગને ઈલેક્ટ્રોનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. USCIS નવી ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ અપનાવશે તે પછી રિસિટ્સ માટે અને વિવિધ ઇમિગ્રેશન બેનિફિટ્સ માટે જુદી જુદી સિસ્ટમ્સનો ઉપયોગ કરશે.

Form I-526 અને I-526E પિટિશન્સનું પ્રોસેસિંગ અલગ સિસ્ટમમાં થશે, જ્યારે તેની સાથે સંબંધિત અરજીઓનું અન્ય સિસ્ટમમાં. તેથી દરેક માટે અલગથી પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટની જરૂર પડશે. આ રીતે અલગ અલગ ચેકિંગ થાય અને અલગ અલગ ફી ભરવી પડે તે કામ માથાકૂટિયું છે, પણ ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગને કારણે દરેકની ફી અંગે અલગથી નોંધ હોય તેના ફાયદા વધારે છે.

રોકાણ કરીને EB-5 વીઝા મેળવવા માટેના નિયમો જાણવા માટે USCISની વૅબસાઇટ પર EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ વૅબપેજ છે તે જોઈ શકાય છે.

અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ તમને તથા તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે અસર કરી શકે છે તેની માહિતી જાણવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here