2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરતી ભાજપ સરકારઃ ચાર રાજ્યોમાં નાલેશીભરી હાર મળ્યા બાદ ભાજપ ખૂબજ વિચાર કરીને મતદારોને આકર્ષિત કરવાની વ્યૂહરચના વિચારી રહ્યો છે..

0
1070

ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હાર્યો , અને કોંગ્રેસ જીત્યો .. આથી સરકારને આગોતરી ચેતવણી મળી ગઈ. આથી નાની-મોટી દરેક બાબતને ચકાસીને ભાજપ પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરશે એમ માનવામાં  આવી રહ્યું છે. મોદી સરકાર ચૂંટણી પહેલાં આમ જનતા માટે એવી કોઈ કલ્યાણકારી યોજના કે સ્કીંમ લાવવાની તૈયારી કરી રહી છે, જે ગેમ ચેન્જર સાબિત થાય . જેનાથી પાસાં પલટાઈ જાય અને બાજી ભાજપના માટે લાભદાયી પુરવાર થાય . કહેવામાં આવે છે કે , ભાજપની સરકારદ્વારા આ અમલમાં આવનારી આ યોજના ખેડૂતોના દેવાની માફીની યોજનાથી પણ બે પગલાં આગળ હશે. આ સ્કીમને યુબીઆઈ એટલે કે યુનિવર્સલ બેઝિક ઈન્કમ સ્કીમ માનવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ભારત દેશના તમામ નાગરિકોને આવરી લેવામાં આવશે. જેમાં ખેડૂતો, વેપારીઓ તેમજ બેકાર યુવાનો પણ શામેલ હશે સરકાર શૂન્ય આવક ધરાવનારા તમામ નાગરિકોના બેન્કના  ખાતામાં એક નક્કી કરેલી રકમ(નાણાં) સીધી જે લોકો પાસે પોતાનું કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનું કોઈ સાધન નથી, કોઈ વિકલ્પ પણ નથી તે દરેકને ભારતની ભાજપ સરકાર નક્કી કરવામાં રકમ

( નાણાં) એમના બેન્કના ખાતામાં સીધેસીધા ટ્રાન્સફર કરશે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પણ જુદી યોજના અમલમાં મૂકવાની છે એ વાત સાચી છે. સમાજના જુદા જુદા વર્ગના જરૂરતમંદ લોકોને સહાયરૂપ બનીને, તેમના ક્ષેમ- કુશળની  વ્યવસ્થા કરીને પોતાની સફળતાનો માર્ગ સુનિશ્ચિત કરશે. ઓછા ભાવે પોતાનો પાક વેચનારા ખેડૂતોને થયેલા નુકસાનની સરકાર ભરપાઈ કરશે. એ નાણાં ખેડૂતોનાં બેન્કોના ખાતામાં જમા કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here