સ્ટેટસ ચેન્જ કરાવવા F-1  સ્ટુડન્ટે હવે બ્રીજ ધ ગેપ એપ્લિકેશન કરવાની જરૂર નથી

0
838

 

અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS તરફથી નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જે અનુસાર F-1 સ્ટુડન્ટ વીઝાધારકે ચેન્જ ઑફ સ્ટેટસ માટે અરજી કરી હોય તેણે હવે પોતાના નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ ચેન્જ કરવા કે લંબાવવા માટે અલગથી એપ્લિકેશન કરવાની જરૂર નથી. F-1 COS એપ્લિકેશન પેન્ડિંગ હોય ત્યારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી.

જૂની નીતિ પ્રમાણે અરજદારે Form I-20માં તથા સર્ટિફિકેટ ફોર એલિજિબિલીટી ફોર નોન-ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ સ્ટેટસમાં જે પ્રોગ્રામ સ્ટાર્ટ ડેટ દર્શાવી હોય તેના ૩૦ દિવસ પહેલાં સુધી પોતાનું સ્ટેટસ જાળવી રાખવું જરૂરી હતું. તેના કારણે એક્સટેન્શન માટે અરજી કરવી પડી હતી. ચેન્જ ઑફ સ્ટેટસ અરજી કરી હોય અને તે પછી એક્સટેન્શન માટે અરજી કરવાની હોય તેમાં આ સમયગાળો જળવાઈ રહે અને સ્ટેટસમાં વચ્ચે કોઈ ‘ગેપ’ ના પડે તે માટે અરજી કરવી પડતી હતી.

આ રીતે સ્ટેટસમાં કોઈ ‘ગેપ’ના પડે તે માટે સ્ટુડન્ટે Form I-539, એપ્લિકેશન ટુ એક્સટેન્ડ/ચેન્જ નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે અરજી કરી હોય તેની મંજૂરી આપવામાં આવી હોય તે ડેટને ધ્યાનમાં લેવાશે. USCIS આ તારીખથી F-1 સ્ટુડન્ટને ચેન્જ ઑફ સ્ટેટસ આપશે. સ્ટુડન્ટના પ્રોગ્રામની સ્ટાર્ટ ડેટ હોય તેના ૩૦ દિવસ પહેલાં જ જો USCIS તરફથી એપ્લિકેશન મંજૂર થઈ જાય તો ત્યારે વિદ્યાર્થીએ એ કાળજી લેવાની રહેશે કે તે સમયગાળામાં F-1 સ્ટેટસને હાની થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. તેનો અર્થ એ થયો કે વિદ્યાર્થીએForm I-20માં દર્શાવી હોય તે તારીખના ૩૦ પહેલાંના સમયગાળામાં નોકરી કરવી નહીં, ઓન-કેમ્પસ રોજગારીમાં પણ જોડાવું નહીં.

આ નવી નીતિ પાછળનો હેતુ અરજદારો માટે તથા USCIS કર્મચારીઓ માટે કામનું ભારણ ઘટાડવાનો છે. આ નવા નિયમો પ્રમાણે USCIS તરફથી Form I-539 માટેના સૂચનાપત્રમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. વધુ વિગતો માટે આ લિન્ક જોઈ શકો છોઃ USCIS Link: https://www.uscis.gov/sites/default/files/document/policy-manual-updates/20210720-StudentsChangeOfStatus.pdf 

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ તમને, તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે લાગુ પડી શકે છે તેની વધુ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE  લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here