સાઉદી અરબમાં ભોજનના બગાડમાં વિશ્વમાં સૌથી આગળ

નવી દિલ્હીઃ ભોજનનો બગાડ વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય છે. જે પ્રકારે ભારતમાં ભોજનનો બગાડ થાય છે એ જ રીતે સાઉદી અરબમાં પણ થાય છે. જમવાનું ફેંકવા અને બગાડ કરવાની આ સંસ્કૃતિને રોકવા માટે સાઉદી અરબમાં કેટલીક યોગ્ય રીત સામે આવી છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રિટનમાં જેટલું લોકો ખાવા માગે છે એટલો ભારતમાં બગાડ થાય છે. સાઉદી અરબમાં વધેલું જમવાનું ફેંકવાની તેજીથી ફેલાતી સંસ્કૃતિ અને ભોજનની ભારે બગાડના વિરોધમાં ઊતરેલા લોકો સોમવારે એને રોકવા માટે કેટલીક નવી રીત અપનાવી રહ્યા છે.
દેશમાં એક એવી થાળી તૈયાર કરવામાં આવી છે, જેમાં જમવાનું પીરસવાનું વધુ હશે અને બગાડ ઓછો થશે. ખાડી દેશના વધુપડતા ભાગોમાં ખાવાનું વધુ અને ઠાઠમાઠથી પીરસાય છે, એને સાંસ્કૃતિક ગુણના રૂપે જોવામાં આવે છે. સાઉદીમાં ભોજનની બરબાદી સૌથી વધુ છે. પર્યાવરણ, જળ તેમજ કૃષિમંત્રાલયના જણાવ્યા મુજબ, સાઉદી અરબમાં પ્રત્યેક ઘર વર્ષના ૨૬૦ કિગ્રા. ભોજન બગાડ કરે છે, જેની સરખામણીમાં વૈશ્વિક અંદાજે ૧૧૫ કિગ્રા.નો છે. નવા આંકડાના જણાવ્યા મુજબ, બગાડ ભોજનની કિંમત વિશે માલૂમ કરીએ તો વિશ્વભરમાં દર વર્ષે અંદાજે ૯૪૦ મિલિયન ડોલરનું જમવાનો બગાડ થાય છે. ભારતીય કરન્સીમાં તેમની કિંમત અંદાજે ૬૭ લાખ કરોડ રૂપિયા છે. ભારતમાં ભોજન-બગાડ સૌથી વધુ નોર્થ અને સેન્ટ્રલ પાર્ટ્સના સાર્વજનિક સમારોહોમાં થાય છે. લગ્ન-પ્રસંગ, કેન્ટિન અને હોટલોમાં બગાડ સૌથી વધુ થાય છે. કૃષિમંત્રાલયના આંકડાથી માલૂમ પડે છે કે ભારતમાં અંદાજે ૫૦ હજાર કરોડની કિંમતના અન્નનો દર વર્ષે બગાડ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here