નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટ ૨૦૦૮ વર્ઝન પ્રમાણે જ થશે 

0
1140

 

Continued from last  week….

ડિપેન્ડન્સી નક્કી કરવાનું મુશ્કેલ હોય ત્યાં સ્નેપ-શોટ ટેસ્ટ કરી શકાય. કુલ કેટલા કર્મચારીઓ (H-1B સહિત) છે અને તેમાંથી કુલ ણ્-૧ગ્ કર્મચારીઓ કેટલા છે તેની ગણતરી કરીને નક્કી કરાય કે નાની કંપની H-1B કર્મચારી પર આધારિત છે કે કેમ. કંપની આધારિત છે તેવો અંદાજ મળતો હોય તો પૂર્ણપણે ગણતરી કરી લેવી જોઈએ. મોટી કંપનીમાં ૧૫ ટકાથી વધુ કર્મચારીઓ H-1B કર્મચારી ત્યારે સંપૂર્ણપણે ડિપેન્ડન્સી સ્ટેટસ ગણી લેવું જોઈએ.

LAC ફાઇલ થાય તેના પાંચ વર્ષ અગાઉની (અને ૨૦ ઓક્ટોબર ૧૯૯૮ પછીની) કોઈ પણ વિગતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોય તેને વિલફુલ વાયોલેટર ગણી લેવામાં આવે છે. H-1B ડિપેન્ડન્ટ કંપની અથવા વિલફુલ વાયોલેટર કંપનીએ ખાસ જાણકારી આપવાની રહેશે કે કંપનીએ H-1B વીઝા ફાઇલ કરતી વખતે કોઈ અમેરિકન વર્કરને નોકરીમાંથી હટાવ્યો નથી. કોઈની નોકરી જતી રહી નથી તે અંગે ખાસ તપાસ કરવાની રહેશે તથા કંપનીએ જણાવવનું રહેશે કે તેના દ્વારા અમેરિકન વર્કર્સને નોકરી રાખવા પ્રયાસો થયા હતા. H-1B વીઝા જે જોબ માટે માગવામાં આવ્યા હોય તે જોબ સમાન કક્ષાના કે વધારે સારી લાયકાત ધરાવનારા અમેરિકન વર્કર્સને ઓફર કરવામાં આવી હતી તે પણ કંપનીએ દર્શાવવું પડશે.

H-1B કર્મચારીને અપાયેલા વેતનનો રેકર્ડ રાખવો જરૂરી

INA કાયદા અન્વયે LCA કરવામાં આવે તેમાં ણ્-૧ગ્ નોન-ઇમિગ્રન્ટ કર્મચારીને કેટલું વેતન ચૂકવાશે તે જણાવવાનું હોય છે. આવું વેતન સમકક્ષ અનુભવ અને લાયકાત ધરાવતા બીજા કર્મચારીઓને ચૂકવાતો હોય તેટલો કે તેનાથી વધારે હોવો જોઈએ. કામગીરીનો પ્રકાર હોય તેના પ્રવર્તમાન પગારધોરણથી વધારે વેતન હોવું જોઈએ.

દાયકાઓ અગાઉ ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ પૂરતું વળતર કે વેતન ના મળ્યા હોવાનો દાવો એક કર્મચારીએ કર્યો હતો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તે દાવામાં મહત્ત્વનો ચુકાદો આપીને જણાવ્યું હતું કે કર્મચારી તરફથી પોતાની કામગીરી અને સામે મળેલું વળતર પૂરતું નથી તેના વાજબી પુરાવા રજૂ કરે તેને ધ્યાને લેવાશે. તે પછી યોગ્ય વળતર મળ્યું છે કે નહિ તેને સાબિત કરવાની જવાબદારી કંપની પર આવે છે. કંપનીની જવાબદારી બને કે ખરેખર કેવી કામગીરી બજાવાઈ હતી તેની સાબિતી આપે. કોર્ટે જણાવ્યું હતું કે ચોક્કસ કેવી કામગીરી હતી તેનો રેકર્ડ રાખવાની જવાબદારી કંપનીની હોય છે.

આ રીતે કર્મચારી પુરાવા આપે કે કંપનીએ તેને પૂરતું વેતન આપ્યું નહોતું ત્યારે કંપનીની જવાબદારી બને છે કે તેણે શા માટે વળતર નહોતું આપ્યું તે સાબિત કરે. કંપની સાબિત ના કરી શકે તેવા સંજોગોમાં પાછલી અસરથી વળતર ચૂકવવું પડી શકે છે.

પાછલી અસરથી વળતરની બાબતમાં એક વર્ષની મર્યાદા લાગુ પડતી નથી.

LCA શરતો અનુસાર વેતન ચૂકવાયું ના હોય તેવી ફરિયાદને DOL સ્વીકારે છે. તે પોતે પણ તપાસ કરે અને ખ્યાલ આવે ત્યારે પણ ફરિયાદ દાખલ કરે છે. નિયમભંગ થયો હોય તેના એક વર્ષ સુધીમાં કર્મચારી ફરિયાદ કરી શકે છે. જોકે એક વર્ષની મર્યાદા પાછલી મુદતથી ચૂકવણીની બાબતમાં કંપનીને લાગુ પડતી નથી.

‘જરૂરી વેતન’ H-1B કર્મચારીને ચૂકવવામાં કંપની નિષ્ફળ સાબિત થાય તો પાછલી અસરથી ચૂકવણી કરવા કે ખૂટતી રકમ ચૂકવવા હુકમ થઈ શકે છે. યોગ્ય પગાર ધોરણ નક્કી કરવા માટે એડમિનિસ્ટ્રેટર લેબર વિભાગના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન (ETA)ની મદદ લઈ શકે છે. પગાર ધોરણ કેવી નક્કી કરેલું તે દર્શાવવામાં કંપની નિષ્ફળ જાય ત્યારે એડમિનિસ્ટ્રેટર કંપનીના લેટર ઓફ સપોર્ટ અને I-129  આધાર લઈ શકે છે, જે H-1B પિટિશન માટે રજૂ કરવામાં આવ્યા હોય.

H-1B નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ

ઇરાદાપૂર્વક નિયમનો ભંગ થયો હોય ત્યાં એડમિનિસ્ટ્રેટર ૫,૦૦૦ ડોલરથી વધુ નહિ તેટલો દંડ કરી શકે છે. નોટિફિકેશનનો નિયમ ભંગ અથવા અમેરિકન કર્મચારીની નોકરી ગઈ હોય તેવા કિસ્સાઓમાં દરેક નિયમભંગ પ્રમાણે ૧,૦૦૦ ડોલરથી વધારે નહિ તેટલો દંડ થઈ શકે છે.

સાત બાબતોને ધ્યાનમાં રાખીને એડમિનિસ્ટ્રેટર કાર્યવાહી કરી શકે છેઃ (૧) કંપનીનો ભૂતકાળમાં નિયમભંગનો ઇતિહાસ છે કે કેમ; (૨) નિયમભંગથી કેટલા કર્મચારીઓને અસર થઈ; (૩) નિયમભંગની ગંભીરતા; (૪) નિયમ પાલન અને કાયદા પાલનના કંપનીના પ્રયાસોનું વાજબીપણું; (૫) નિયમભંગના બચાવમાં કંપનીએ આપેલા ખુલાસા; (૬) ભવિષ્યમાં નિયમપાલન માટે કંપનીની પ્રતિબદ્ધતા; અને (૭) નિયમભંગને કારણે કંપનીને કેટલો આર્થિક લાભ થયો, અને તેનાથી અન્યોને કેટલું નુકસાન થયું.

નિયમો અનુસાર ઇરાદાપૂર્વક ઓછું વેતન ચૂકવનારી કંપની પર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે. નોટિસ આપવામાં નિષ્ફળતા માટે એક વર્ષનો પ્રતિબંધ મૂકી શકાય. ડિસ્પ્લેમેન્ટ ઇન્ક્વાયરી ના કરી હોય ત્યારે એક વર્ષનો પ્રતિબંધ મૂકી શકાય છે. બીજું કે નિયમભંગ અજ્ઞાનને કારણે, એટર્ની કે કર્મચારીની ભૂલને કારણે થયો છે તેવું બહાનું ચલાવી લેવાતું નથી.

આ રીતે H-1B સ્ટાફ રાખનારી કંપની માટે પ્રતિબંધ આવે તે સૌથી મોટું જોખમ હોય છે. કંપનીના પાયાના હિત પર જ જોખમ થાય તે રીતે પ્રતિબંધની જોગવાઈ છે, જેથી નિયમપાલન કરવાનું કોઈ વિચારે નહિ.

__________________________________________________________________________________________

નેચરલાઇઝેશન સિવિક્સ ટેસ્ટ ૨૦૦૮ વર્ઝન પ્રમાણે જ થશે 

USCIS ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જાહેરાત કરી છે કે પહેલી માર્ચ ૨૦૨૧થી શરૂ થનારા નેચરલાઇઝેશન સિવિસ્ટ ટેસ્ટ ફરીથી ૨૦૦૮ના વર્ઝન પ્રમાણે જ થશે. પહેલી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ USCIS નવા ટેસ્ટ (2020 civic test)ની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ હવે નહીં થાય.

 

નવી પદ્ધતિના ટેસ્ટના કારણે નેચરલાઇઝેશનની પ્રક્રિયામાં અવરોધ આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. લિગલ ઇમિગ્રેશન સિસ્ટમ્સને ફરી વિશ્વસનીય બનાવવાના હેતુ સાથે નવી સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો તેને અનુસંધાને જૂની પદ્ધતિ ફરી અપનાવાઈ છે. અવરોધો ઊભા ના થાય અને સૌ લાયક ઉમેદવારને લાભ મળે તેવા સુધારા કરવા માટે વટહુકમમાં જણાવાયું હતું.

૨૦૦૮માં તૈયાર થયેલો સિવિક્સ ટેસ્ટ ૧૫૦ સંગઠનો, નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસકારો વગેરે સાથે ચર્ચાવિમર્શ કરીને વર્ષોના પ્રયાસ પછી તૈયાર કરાયો હતો. તેથી પ્રેસિડન્ટ બાયડનની વિનંતી પ્રમાણે પ્રોસેસને ફરી સૌ માટે સુલભ બનાવવા ફેરફાર કરાયો છે.

સિટીઝનશીપ માટે અરજી કરે તેણે સિવિક્સ ટેસ્ટ આપવાનો હોય છે. અરજદારે અમેરિકાનો ઇતિહાસ, તેના સિદ્ધાંતો, સરકારનું સ્વરૂપ વગેરે બાબતોની પાયાની સમજ હોવી જોઈએ. નાગરિક બનવા માગતી વ્યક્તિ આ દેશ સાથે એકરૂપ થઈ જવા માગે છે તે સુનિશ્ચિત કરવા ટેસ્ટ લેવાતો હોય છે.

પહેલી ડિસેમ્બર કે તે પછી અરજી કરી હોય તેમણે ૨૦૨૦ પદ્ધતિએ ટેસ્ટ આપવા માટે તૈયારી કરી હોય; તે શક્યતાને ધ્યાનમાં લઈને તેમને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ ૨૦૨૦ પ્રમાણે અથવા ૨૦૦૮ પ્રમાણેનો કોઈ પણ ટેસ્ટ આપી શકે છે. આ રીતે વચ્ચેના સમયગાળામાં બંનેમાંથી કોઈ પણ ટેસ્ટ આપી શકાશે. તે પછી ૧૯ એપ્રિલ, ૨૦૨૧થી ૨૦૨૦ ટેસ્ટને ધીમે ધીમે બંધ કરી દેવાશે. ૧ માર્ચ, ૨૦૨૧ અને તે પછીના દિવસે અરજી કરનારાએ ૨૦૦૮ પ્રમાણે ટેસ્ટ આપવાનો રહેશે.

ઇમિગ્રેશન તથા નેશનાલિટીના કાયદાઓ અંગે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય તે માટે તથા તેના વિશે વધુ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. વધુ જાણકારી માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104) અમારી વેબસાઇટ પણ જોઈ શકો છો – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/