OPT માટે ફાઇલ કરાતા Form I-765માં કેટલીક ફ્લેક્સિબિલિટી ઉમેરાઈ

0
1182

 

કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની Form I-765ની રિસિટ નોટિસમાં વિલંબ થઈ રહ્યો છે તેમના માટે રાહત આપવાની જાહેરાત USCISએ ૨૬ જાન્યુઆરીએ કરી છે. જોકે ૧ ઑક્ટોબરથી ૧ મે, ૨૦૨૧ સુધીમાં અરજી કરનારાને જ આ છૂટછાટનો લાભ મળશે. F-1 સ્ટુડન્ટ્સ માટેની ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OP{T)માં રિસિટ નોટીસ આપવામાં કેટલીક જગ્યાએ વિલંબ થયો છે તેવો ખ્યાલ USCIS આવ્યો હતો.

કોરોના સંકટને કારણે લાગેલા પ્રતિબંધો, બેનિફિટ્સ માટેની અરજીઓમાં જંગી વધારો, પોસ્ટલ સર્વિસ પર વધી ગયેલું ભારણ વગેરે કારણોસર વિલંબ થયો હતો. સમસ્યા નિવારણમાં થોડી પ્રગતિ થઈ છે, છતાં બાકી રહી ગયેલા લોકોને રાહત પહોંચાડવા છૂટછાટ અપાઈ છે.

OPT માટે ૧૪ મહિનાની છૂટછાટ

F-1 સ્ટુડન્ટ્સે તેમનો પ્રોગ્રામ પૂર્ણ થાય તે પછીના ૧૪ મહિનામાં OPT પૂર્ણ કરવાની હોય છે, પરંતુ પોસ્ટ કમિ્પ્લશનમાં હવે ૧૨ મહિના સુધીની રાહત મળી છે તેમાં વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને USCIS Form I-765 મંજૂરી થઈ જાય તે પછી ૧૪-મહિનાનો સમયગાળો શરૂ થાય તેવી છૂટછાટ આપશે.

વિદ્યાર્થીઓ જે શાળામાં ભણ્યા હોય તેમના તરફથી અપાયેલા સમયગાળાની વેલિડિટી ડેટ્સ (Form I-20માં અપાયેલી) હોય તેને ધ્યાનમાં રાખીને USCIS OPT પોસ્ટ કમિ્પ્લશન માટેની અરજીઓ સ્વીકારશે. ૧૪ મહિનામાં જ  વિદ્યાર્થીઓએ OPT પૂર્ણ કરવાની હોય છે, તેમાં કોઈ અડચણ થાય તેમ હોય ત્યાં F-1 વિદ્યાર્થીઓ તારીખોમાં સુધારા માટેની વિનંતી કરશે. USCIS સુધારેલી EAD આપશે અને નવી એન્ડ ડેટ આપશે, જેથી મૂળ અરજી પ્રમાણેનો સમયગાળો મળી રહે.

આ માટે અરજદારે નિશ્ચિત સમયગાળામાં Form I-765 ફાઇલ કરવાનું રહેશે. તે માટેની નવી તારીખો આપવા નીચે પ્રમાણે નિર્ણય કરાયો છેઃ

 ૧ ઑક્ટોબર, ૨૦૨૦થી ૧ મે, ૨૦૨૧ સુધીમાં થયેલી અરજીને ધ્યાને લેવાશે; અને

 USCIS તરફથી રિજેક્ટ કરવામાં આવી હોય તેને ધ્યાને લેવાશે.

રિજેક્ટ થયેલી અરજી ફરીથી કરવામાં આવે તે ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં થઈ જવી જોઈએ. આવી રીતે ફાઇલ કરાયેલી અરજીને મૂળ તારીખે ફાઇલ થયેલી ગણાશે.

નવેસરથી અરજી કરવામાં આવે ત્યારે તેમાં રિજેક્શન નોટિસની નકલ સામેલ કરવી જોઈએ.

સહીનો અભાવ અથવા અપૂરતી સહી

અરજદારની સહી બરાબર મળતી ના હોય કે સહી ના થઈ હોય ત્યારે તેને લોકબોક્સમાં નકારી દેવાતી હોય છે. આ નિયમ હજી પણ યથાવત છે. આમ છતાં લોકબોક્સમાં આવી અરજી સ્વીકારી લેવાઈ હોય તો USCIS રિક્વેસ્ટ ફોર ઇવિડન્સ માટે નોટિસ આપશે અને અરજી નકારી દેશે નહિ. આ રીતે અરજદારને સહી સરખી કરવા માટેની તક અપાશે.

અરજદારોને અમારી સલાહ છે કે Form I-765 ભરતી વખતે કેવી કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન અમારી વેબસાઇટ પર આપેલું છે તે જોઈ લે. એ સિવાય ઇમિગ્રેશનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારા NPZ Law Group VISASERVE લોયર્સનું માર્ગદર્શન મેળવી શકો છો. તે માટે ઇમેલ કરો  [email protected]  અથવા ફોન કરો -201-670-0006 (x1040) વધુ જાણકારી માટે જુઓ અમારી વેબસાઇટ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here