બિદડામાં પાંચ કરોડના ખર્ચે નિર્મિત વેલનેસ સેન્ટર, ઓડિટોરિયમનું ઉદ્ઘાટન

બચુભાઈ રાંભિયા ઓડિટોરિયમનું અનાવરણ કરતા દામજીભાઈ એન્કરવાલા, ડો. સુબ્રમણ્યમ સ્વામી, હેમંત રાંભિયા, દામજીભાઈ એન્કરવાલા, વિજય છેડા, હરખચંદ સાવલા નજરે પડે છે. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

ભૂજઃ બિદડા સર્વોદય ટ્રસ્ટમાં રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલા તારામતી વેલનેસ સેન્ટર અને યોગ ઇન્સ્ટિટ્યૂટ તથા બચુભાઇ રાંભિયા મેમોરિયલ એન્ડ ઓડિટોરીયમનું પૂર્વ કેન્દ્રીય મંત્રી, અર્થશાસ્ત્રી ડો. સુબ્રમણ્યમ સ્વામી સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં આયોજિત અનાવરણ સમારોહમાં ડો. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, યોગ અમેરિકાના દરેક પ્રાંત સહિત વિશ્વમાં આવિષ્કાર પામી રહ્યો છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે બિદડા સર્વોદય ટ્રસ્ટના કર્ણધારકોની સમર્પિત સાધનાને સલામ કરી યોગ ઇન્સ્ટિટ્યૂટ સાકાર કરવા બદલ હેમંતકુમાર રાંભિયાને ધન્યવાદ આપ્યા હતા. અતિથિ5દેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કહ્યું હતું કે, વેલનેસ સેન્ટર અને યોગ ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદરૂ5 સાબિત થશે અને સેવાના ક્ષેત્રે બિદડા સર્વોદય ટ્રસ્ટ નવી કેડી કંડારવા માટે પ્રેરણાસ્રોત તરીકે અંકાશે. યોગ અને વેદાંતગુરુ સ્વામી ધર્મબંઘુએ વિવિઘ દષ્ટાંતો ટાંકીને કહ્યું હતું કે, બીમારી (રોગ) ઈશ્વરીય દેન નથી, બલકે મનુષ્યે કરેલી ઊલટી ખેડ છે.

વેલનેસ સેન્ટર અને યોગ ઇન્સ્ટિટ્યૂટના સ્વપ્નદ્રષ્ટા નિયામક હેમંતકુમાર રાંભિયાએ પાંચ કરોડ 50 લાખના ખર્ચે સાકાર સમણાં બદલ દાતા પરિવાર દ્વારા પ્રારંભિક રૂ. દોઢ કરોડના દાન બદલ આભાર પ્રકટ કર્યો હતો. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સંસ્થાગત પરિચય આપ્યો હતો. દાતા પરિવાર વતી પ્રતિભાવ વ્યક્ત કરતાં કિરણભાઈ ગાલાએ મનોગ્રંથિમુક્ત મનોભાવને નીરખવાનો અનુરોધ કરીને 70 ટકા રોગોનું મૂળ સ્થાન મન હોવાનું કહ્યું હતું.

મુખ્ય દાતા વિશનજીભાઈ ગાલા પરિવાર દ્વારા વધુ રૂ. 25 લાખ ઉ5રાંત તેમના ભાઈના પરિવાર (રૂ. 18 લાખ), દમયંતીબહેન જેન્તીલાલ (રૂ. 9 લાખ), ભાવનાબહેન લલિતભાઇ- આસંબિયા (રૂ. 2.5 લાખ) સહિત એકંદરે રૂ. 79 લાખનું દાન મળ્યું હતું. માનવ મંદિરના પ્રણેતા દિનેશ મુનિની જન્મજયંતી નિમિત્તે બિ. સ. ટ્રસ્ટને વૈયાવચ્છ અર્થે રૂ. પાંચ લાખ જાહેર થયા હતા. દાતા પરિવારના વશનજી ગાલા, કિરીટભાઇ ગાલા, તારામતીબેન વગેરેનું બહુમાન કરાયું હતું. આરંભમાં વેલનેસ સેન્ટર (યોગ ઇન્સ્ટિટ્યૂટ) અને બચુભાઈ રાંભિયા મેમોરિયલ એન્ડ ઓડિટોરિયમનું અનાવરણ થયું હતું. જાણીતા દાનવીર દામજીભાઈ એન્કરવાલા, જાદવજી એન્કરવાલા, પીયૂષ સાવલા, વિશનજી મારુ, લીલાધર ગડા, નાનજી છેડા, સુરેશ સંધાર, રક્ષિત અદાણી, બિપિન ગાલાનું ટ્રસ્ટીઓના હસ્તે અભિવાદન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here