H-1B કેપ મર્યાદા પૂર્ણ થઈ ગયા પછી પણ મને H-1B વીઝા મળે ખરા?

0
826

 

 

H-1B વીઝા માટે પિટિશન કરતાં પહેલાં ઇલેક્ટ્રોનિકલી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન્સ મળી જાય તે પછી USCIS હવે રેન્ડમલી જરૂરી સંખ્યામાં અરજીઓ પસંદ કરશે, જેથી જરૂરી સંખ્યામાં H-1B વીઝા આપી શકાય. રજિસ્ટ્રેશન માન્ય થઈ જાય તે પછી તેમાં જેના માટે અરજી થઈ હોય તે વ્યક્તિ માટે H-1B વીઝા પિટિશન ફાઇલ થઈ શકશે.

જોકે રજિસ્ટ્રેશન રેન્ડમલી સિલેક્ટ ના થયું તેનો અર્થ એવો નથી કે વીઝા માટે પસંદજગી નથી થઈ. USCIS રિઝર્વમાં રજિસ્ટ્રેશન્સ રાખે છે અને નાણાંકીય વર્ષ દરમિયાન જરૂરી સંખ્યામાં H-1B વીઝા આપી શકાયા ના હોય તો બાકીના વીઝા આપવા માટે આ રજિસ્ટ્રેશન્સમાંથી પણ પસંદગી થઈ શકે છે. પરંતુ રિસિટ નોટિસ ના મળે ત્યાં સુધી મનમાં અનિશ્ચિતતા હોય છે કે: “H-1B કેપ હેઠળ મારી પિટિશન સ્વીકારાશે નહિં, તો શું તે પછી મારા માટે H-1B સ્ટેટસ મેળવવાનો કોઈ માર્ગ નહીં હોય?”

કમનસીબે રેગ્યુલર બેચલર ડિગ્રી માટે 58,200 જો મારી પિટિશન જેટલી જ છે અને માસ્ટર્સ ડિગ્રી માટે પણ વધુમાં વધુ 20,000 લોકોને વીઝા મળે છે. પરંતુ કેટલાક અપવાદરૂપ કિસ્સામાં કેપ એક્ઝમ્પ્ટ સિવાયના પણ H-1B વીઝા મળી શકે છે ખરા. તેમાંની એક કેટેગરીમાં બે પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી માટે મળતા વીઝા છે: (1) ઊચ્ચ અભ્યાસ માટેની અથવા તેને સંલગ્ન નોન-પ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ્સ; અથવા (2) નોન-પ્રોફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ.

આ કેટેગરીમાં આવતી ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યા હાયર એજ્યુકેશન ઍક્ટ, 1965ની કલમ 101(a)માં આપવામાં આવી છે. 3 શરતો પૂર્ણ કરનારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂન્સને આ કેટેગરીમાં ગણવામાં આવે છેઃ (1) ગ્રેજ્યુએશન કે સમકક્ષ સર્ટિફિકેટ માટે અહીં સ્ટુડન્ટ્સને રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે પ્રવેશ મળતો હોવો જોઈએ; (2) સેકન્ડરી એજ્યુકેશનથી આગળનું ઊચ્ચ શિક્ષણ આપવા માટેની મંજૂરી જે તે રાજ્યમાં મળેલી હોવી જોઈએ; અને (3) બેચલર ડિગ્રી આપનારો અભ્યાસક્રમ હોવો જોઈએ અથવા તેને સમકક્ષ ઓછામાં ઓછો બે વર્ષનો અભ્યાસક્રમ હોવો જોઈએ. આ ઉપરાંત (4) તે પબ્લિક અથવા નોનપ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ, (5) રાષ્ટ્રીય એક્રેડિટિંગ એજન્સી અથવા એસોસિએશનની માન્યતા તેને પ્રાપ્ત થયેલી હોવી જોઈએ.

હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ છે તેની ખાતરી થાય તે પછી કેવા પ્રકારની જૉબ હોવી જોઈએ તે સવાલ થાય. એટલે કે (1) employed “by” અને employed “at” બંનેમાં ફરક શું છે, અને (2) નોન-પ્રોફિટ ઇન્સ્ટિટ્યૂશ હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ સાથે “related to or affiliated with” (સંબંધિત છે કે સંલગ્ન છે) તે કેવી રીતે નક્કી કરવું.

2006ના Aytes મેમોમાં “at” અને “by” વિશે સમજૂતિ અપાઈ છે. મોટા ભાગે પોતાને ત્યાં જૉબ આપવાની હોય અને તેમના માટે અરજી સંસ્થાએ કરવાની હોય ત્યારે ”by” શબ્દ ત્યાં લાગુ પડે. પરંતુ કેટલાક કેસમાં અરજી કરનારી સંસ્થાને ત્યાં લાયક જૉબ ના હોય ત્યારે અન્ય ઇન્સ્ટિટ્યૂટને ત્યાં કર્મચારીને મોકલવા માટે તેના વતી અરજી કરે છે. જે તે વ્યક્તિ અન્ય લાયક સંસ્થાને ત્યાં જરૂરી કામગીરી બજાવશે એવું જણાવાતું હોય છે. આ રીતે “at” શબ્દનો ઉપયોગ અરજીમાં કરાય છે, જેને “third party petitioners” કહેવામાં આવે છે.

આ રીતે વીઝા મેળવનાર કર્મચારી થર્ડ પાર્ટી પિટિશનર સંસ્થાને ત્યાં નોકરી કરતો ગણાશે, પરંતુ તે પોતાની કામગીરી અન્ય લાયકાત ધરાવતી સંસ્થામાં કરશે. તે જગ્યાએ કર્મચારી આવશ્યક અને મિશન હેઠળની સંશોધન વગેરેની કામગીરી કરશે. જ્યાં કામગીરી કરે તે સંસ્થા નોનપ્રોફિટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ.

આ રીતે બે સંસ્થાઓ વચ્ચે સંબંધ છે કે સંલગ્ન છે તે સાબિત કરવાનું હોય છે. પરંતુ તેની વ્યાખ્યા કેવી રીતે કરવી અને કેવી રીતે નક્કી કરવું કે બે સંસ્થાઓ “related to or affiliated with” છે.

USCISનો જ એક વિભાગ છે Administrative Appeals Office (“AAO”) અને તે USCISની નીતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે છે. USCISની નીતિ અનુસાર સંસ્થાઓ સંલગ્ન છે કે કેમ તે જાણવા અને વ્યાખ્યા માટે 8 C.F.R. § 214.2(h)(19)(iii)(B) એ કલમોનો આધાર લેવો. USCIS આ પ્રમાણેની વ્યાખ્યા ધ્યાનમાં લેતી હોય છે: “એવી નોન-પ્રોફિટ સંસ્થા (હોસ્પિટલ અને મેડિકલ તથા રિસર્ચ સંસ્થા) જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલી હોય, માલિકી સહિયારી હોય અથવા સમાન બોર્ડ કે ફેડરેશનથી સંચાનલ થતું હોય અથવા તેની સાથે મેમ્બર, બ્રાન્ચ, કૉઓપરેટિવ કે સબસિડરી તરીકે જોડાયેલી હોય.”

એટલે કે આમાંની કોઈ પણ શરત પૂર્ણ થવી જોઈએ: (1) હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે નોનપ્રોફિટ સમાન માલિકી કે સમાન બોર્ડ – ફેડરેશન ધરાવતી હોય; (2) હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નોનપ્રોફિટનું સંચાલન કરતી હોય; (3) મેમ્બર, બ્રાન્ચ, કૉઓપરેટિવ કે સબસિડરી તરીકે સંબંધ હોય; અથવા (4) બંને વચ્ચે સહયારી કામગીરીના કરારો થયા હોય.

નોનપ્રોફિટ રિસર્ચ અને સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યા માટે પણ 8 C.F.R. 214.2(h)(19)(iii)(C) નો આધાર લેવાય છે. બેઝીક અને એપ્લાયડ રિસર્ચ કરનારી સંસ્થા નોનપ્રોફિટ રિસર્ચ ગણવામાં આવે છે. સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યા સ્પષ્ટ છે કે તે ફેડરલ કે સ્ટેટની હોય છે, જેનું પણ મુખ્ય કાર્ય બેઝીક અને એપ્લાયડ રિસર્ચને ઉત્તેજન આપવાનું હોય છે.

આ રીતે રિસર્ચ ઇન્સિટ્યૂટની વધુ એક કેટેગરી છે, જેમાં જોબ મળતી હોય ત્યારે કેપ સબજેક્ટ સિવાયની વધારાની સંખ્યામાં H-1B વીઝા મેળવી શકાય. તે માટે ઉપર પ્રમાણેની વ્યાખ્યા અનુસાર કામ કરનારી સંસ્થા હોવી જરૂરી છે. વ્યાખ્યા યોગ્ય છે કે તે ચકાસી લેવું ખાસ જરૂરી હોય છે અને તે માટે દરેક પ્રકારની જૉબ કેવી છે અને તેના માટે વીઝા મળશે કે કેમ તે જાણી લેવું જોઈએ. જૉબ આપનારી ઇન્સ્ટિટ્યૂટને ત્યાં જ કામગીરી ના બજાવવાની હોય અને અન્યત્ર બજાવવાની હોય ત્યારે પણ ‘by’ અને ‘at’ એ પ્રકારે વ્યાખ્યા કરીને વીઝા મળશે કે કેમ તે વિચારવાનું હોય છે. એવી પણ શક્યતા છે કે આ પ્રકારના વીઝા માટે જરૂરી વધારાનું માર્ગદર્શન અને માહિતી કે સ્પષ્ટતા પણ ભવિષ્યતમાં જાહેર થશે.

 

H-1B નોનઇમિગ્રન્ટ વીઝા પ્રોસેસ માટે અથવા તેના વિકલ્પો માટેની આ પ્રકારની માહિતી તથા માર્ગદર્શન માટે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરવા માટે અમે તમને આમંત્રીએ છીએ. માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com અથવા ઇમેઇલ કરો – [email protected]. આ નંબર પર કોલ પણ કરી શકો છો – 201.670.0006 (x104).

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here