કોરોનાના સંક્રમણના ડરથી જયારે કબ્રસ્તાનના તંત્રે મુસ્લીમના મૃતદેહને દફનાવવાનો ઈન્કાર કર્યો ત્યારે હિંદુઓના સ્મશાનગૃહમાં તેમને દફનાવવાની જગા આપીને બે હિંદુયુવાનોએ માનવતા અને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડ્યું..!!!!!!!!!!

 

    માનવતા હજી મરી પરવારી નથી, હજી એ જીવંત છે એનું ઉજ્જવલ ઉદાહરણ હિંદુ યુવાનોએ પૂરું પાડ્યું..હૈદરાબાદમાં 55 વર્ષ,ના મુસ્લિમ ખાજા મિયાંનું હદય બંધ પડી જવાથી અવસાન થયું હતું. તેમને દફનાવવા નજીકના કબ્રસ્તાનમાં તેમનો મૃતદેહ લઈ જવામાંઆવ્યોો ત્યારે કોરોનાના ડરથી કબ્રસ્તાનના કર્મચારીઓૈે તેમને દફનાવવાની કે દફન માટેની જગા આપવાની શાપ ના પાડી દીધીહતી. મૃત વ્યક્તિના પરિવારજનો અનેક કબ્રસ્તાનોમાં ભટકયા, આજીજી કર પણ કશું વળ્યું નહિ, બધાએ ઈન્કાર કરી દીધો. કાઝા મિયાની પત્નીએ કહ્યુ હતું કે, એવું પહેલીવાર બન્યું છેકે એક મુસ્લિમને દફન માટે ભટકવું પડયું છે. અમે અનેક કબ્રસ્તાનમાં ગયા પણ બદાએ ઈન્કાર કરી દીધો હતો. એક કબ્રસ્તાનમાં કબર માટે  જગા ખોદી ત્યારે લોકોએ અટકાવી દીધું 

 આવી કપરી પળે બે યુવાનો સંદીપ અને શેખર તેમની મદદેઆવ્યા હતા. તેમણે હિંદુઓના સ્મશાનગૃહમાં દફન માટે – કબર માટે જગ આપી. તેમ કાજા મિયાના પરિવારજનો કહે છેેકે, અમને મદદ કરનારું કોઈ નહોતું  અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો કે કયાં જઈએ, શું કરીએ.. અમારું પૈતૃક ગામ 200 કિ. મી, દૂર હતું છેલ્લે લોકડાઉનની આ સ્થિતિમાં ત્યાં જવાનું શક્ય નહોતું. તકલીફના સમયે એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને હિંદુઓના સમશાનગૃહમાં દફનની વ્યવસ્થા કરી આપનારા સંદીપ ને શેખર નામના યુવાનો ખરેખર પ્રસંસાને પાત્ર છે. તેમણે સાંપ્રદાયિક સદભાવ અને માનવતાનું એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. હૈદરાબાદના લોકો એમની પ્રશંસા કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here