બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ્ટ્રા ઝેનેકા કોરોના વાઈરસ વેકસીનને પ્રથમ માનવ પરીક્ષણમાં સફળતા મળી…

 

 સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈંગલેન્ડ સ્થિત પ્રખ્યાત ઓકસફર્ડ યુનિ. એ કોરોનાની વેકસીન (રસી)બનાવીને તેનું માનવ- પરીક્ષણ કર્યું હતું. સત્તાવાર માહિતી અનુસાર, આ પરીક્ષણમાં તેને સફલતા સાંપડી હતી. એ અગાઉ અમેરિકાની મોડેરેના વેકસીનને પણ માનવ- પરીક્ષણમાં સફળતા પ્રાપ્ત થઈ હતી. ઓકસફર્ડની રસીની મદદથી વોલેન્ટીયરોમાં વાઈરસની વિરુધ્ધ પ્રતિરોધક ક્ષમતાની માત્રા વધારી શકાઈ હતી.વૈજ્ઞાનિકોએ ઉપરોક્ત રસી સંપૂર્ણ સફલ રહેશે એવી શ્રધ્ધા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જો બાકીની પ્રક્રિયા સફળ રહી તો સપ્ટેમ્બર મહિના સુધીમાં રસી તૈયાર થઈ જશે. ઓકસફર્ડની વેકસીન- રસીનું ઉત્પાદન એસ્ટ્રા ઝેનેકા કંપની દ્વારા કરવામાંઆવશે . આ પરીક્ષણ વિષે વિગતવાર અહેવાલ વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત મેગેઝિન લાન્સેટમાં પ્રકાશિત કરવામાં આવશે. આ વેકસીનની ટ્રાયલ 15 વોલિન્ટિયર પર કરવામાં આવી હતી. ઓકસફર્ડના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, વેલેન્ટીયરોના શરીરમાં એન્ટી બોડી અને વ્હાઈટ બ્લડ સેલ વિકસિત કરી શકાયા હતા. જેના કારણે જો શરીર કોરોના વાયરસથી સંક્રમિત થાય તો રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.. પ્રતિકારક શક્તિ વિકસિત થાય છે. ઉપરોક્ત વેકસીન- રસીનું હજી હજારો લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. બ્રિટન , દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના લોકો પણ આ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here