O-1 સાથે આવવા માગતા અને તેમના માટે સહાયક તરીકે કામ કરનારા લોકોને O-2 વીઝા આપવામાં આવતા હોય છે. એથ્લેટિક્સ, મનોરંજન, મોશન પિક્ચર્સ અને ટીવી પ્રોડક્શનમાં સહાયકો માટે આ વીઝા હોય છે. O-2 વીઝા માટે કેટલીક ચોક્કસ શરતોનું પાલન થવું જરૂરી છે, જેની અહીં વિગતે ચર્ચા કરી છે.
શું જરૂરી છે O-2 એકમ્પનિઇંગ એલિયન વીઝા માટે?
સૌ પ્રથમ એ જાણી લો કે O-2 અરજદારે માત્ર O-1ની સાથે જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ કરી શકે નહિ. O-1 વીઝાધારકની સાથે કામ કરવા માટેની જ અરજી કરવાની રહે છે અને O-2 અરજદારમાં તે કામ કરવા માટેની લાયકાત અને અનુભવ હોવા જરૂરી છે. સાથે જ બંને વચ્ચે લાંબો સમય સાથે કામ કરવાનો રેકર્ડ હોવો જોઈએ. સાથે જ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે O-2 અરજદારની સેવાની અનિવાર્યતા પણ દર્શાવવાની હોય છે.
કન્સલ્ટેશન સર્ટિફિકેશનની પણ આમાં જરૂર પડતી હોય છે. પ્રોડક્શનના ક્ષેત્રમાં કુશળતા માટે જરૂરી ગણાય છે. સૂચિત કાર્ય કેવા પ્રકારનું છે અને તે કાર્ય માટે અરજદારની લાયકાત કેટલી છે તે બંનેનો મેળ બેસવો જોઈએ. તેના વિકલ્પે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું રહે છે. બ્-૨ અરજદાર એકથી વધુ સાથે કામ કરવાના હોય ત્યારે દરેક સાથે કન્સલ્ટન્ટેશન જરૂરી ગણાતું હોય છે.
O-2 અરજદાર કામચલાઉ ધોરણે જ અમેરિકા આવે તે જરૂરી ગણાય છે. તેમણે પોતાના દેશમાં પણ નિવાસસ્થાન ચાલુ રાખવાનું હોય છે. O-1 અરજદારને અમેરિકામાં કાયમી વસાહત માટે અરજી કરવાની છૂટ છે, પણ O-2 અરજદાર માટે કામચલાઉ જ વ્યવસ્થા હોવી જોઈએ.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને O-2 અરજદારોએ ઘણા બધા દસ્તાવેજો આપવાના રહે છે. તેમાં નીચે મુજબના દસ્તાવેજો જરૂરી હોય છેઃ
પૂર્ણ રીતે ભરેલું Form DS-160
તાજો ૧.૫ ઈંચનો ફોટો (ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ, સામેથી ફોટો લીધેલો હોવો જોઈએ અને માથે કંઈ પહેરેલું હોઉં જોઈએ નહિ)
વેલીડ પાસપોર્ટ (જેટલો સમય રહેવાનું હોય તેનાથી છ મહિના વધારે સુધીનો વેલીડ હોવો જોઈએ)
કેવી સર્વિસ આપવાની છે, તેનો વિગતવાર એગ્રીમેન્ટ અને શરતો
O-1 વીઝાધારક સાથે કેવા પ્રકારનો વ્યવસાયી સંબંધ રહેશે તેની વિગતો
O-1 વીઝાધારકના તમે સહાયક બની શકો છો તેના પુરાવા
પોતાના દેશમાં પરત ફરશો તેના પુરાવા (નોનઇમિગ્રન્ટ ઇન્ટેન્ટ સાબિત કરવાની રહે).
અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે આ પ્રકારની માહિતી મેળવવા માગતો હો કે તમારા મનમાં કોઈ સવાલો હોય તો અમારો સંપર્ક કરી શકો છો. NPZ Law group VISASERVEઅમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ તમને માર્ગદર્શન આપી શકે છે. અમને ઇમેઇલ કરો info@viaSERVE.COM અથવા ફોન કરો – 201-670-0006 (X104)વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/