NCP હવે NDAનો અભિન્ન અંગઃ ભવિષ્યમાં સાથે મળીનું આગળ વધીશુંઃ પ્રફુલ્લ પટેલ

Twitter

વી િદલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) હવે વિપક્ષી મોરચા ‘INDIA’ સાથે રહેશે કે પછી NDAમાં જોડાશે? આ સવાલનો જવાબ પ્રફુલ્લ પટેલે આપ્યો હતો. ગયા મહિને પટનામાં વિપક્ષની બેઠકમાં ભાગ લેનાર પ્રફુલ્લ પટેલ દિલ્હીમાં NDAની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે હાજર રહ્યા હતા. બેઠકમાં હાજરી આપ્યા બાદ તરત જ પ્રફુલ્લ પટેલે કહ્યું કે NCP હવે NDAનો અભિન્ન અંગ બની ગઈ છે અને તેમની પાર્ટી ભવિષ્યમાં NDA સાથે જ કામ કરશે.
પ્રફુલ્લ પટેલે કહ્યું, હું અને અજિત પવાર એનડીએની બેઠકમાં અન્ય રાજકીય પક્ષો સાથે હાજર હતા. એનસીપી એનડીએનું અભિન્ન અંગ છે. એનસીપી ભવિષ્યમાં એનડીએ સાથે કામ કરશે. પ્રફુલ પટેલે કહ્યું, એનડીએની 25મી વર્ષગાંઠના અવસર પર 38 રાજકીય પક્ષો હાજર રહ્યા હતા. અમારી તરફથી અજિત પવારે બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અગાઉ શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામે બળવો કર્યા પછી, પ્રફુલ્લ પટેલ એનસીપીના વડાને મળ્યા હતા અને કહ્યું હતું કે પીઢ નેતાને પક્ષને એક રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને સુનીલ તટકરે સાથે પ્રફુલ પટેલે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here