ભારત-રશિયા કરશે મેગા ડિફેન્સ ડીલ

 

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ૬ ડિસેમ્બરની પ્રસ્તાવિત ભારત યાત્રા પહેલા બંને દેશ મેગા ડિફેન્સ પ્લાન તૈયાર કરી રહ્યા છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠકમાં મહોર લગાવવામાં આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધી છે, પરંતુ રશિયા વર્ષ ૧૯૬૦થી ભારતનું મુખ્ય ડિફેન્સ પાર્ટનર રહ્યું છે. પુતિનની ભારત યાત્રા વખતે બંને દેશ વચ્ચે મેગા ડિફેન્સ ડીલ ફાઈનલ કરવામાં આવી શકે છે. 

ભારત રશિયા પાસેથી એકે-ર૦૩ અત્યાધુનિક કલાસિકોવ રાયફલો ખરીદવા ઈચ્છે છે. પ૧ર૪ કરોડની ડીલ પ્રસ્તાવિત છે જે અંતર્ગત ૬ લાખથી વધુ આ રાયફલોની ખરીદીની યોજના છે. ઉપરાંત ભારત રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવા ઈચ્છે છે. ખભા પરથી હવામાં છોડી શકાય તેવી પ૦૦૦ એન્ટિ એરક્રાફટ મિસાઈલનો સોદો પુતિનની યાત્રા દરમિયાન કરવામાં આવી શકે છે. 

મિસાઈલ ઉપરાંત લોન્ચર તથા અન્ય સૈન્ય ઉપકરણોની ખરીદીમાં ભારતે ફ્રાંસ અને સ્વિડન કરતાં રશિયાને અગ્રતા આપી છે. બંને દેશ વચ્ચે લાંબા સમયથી કમોવ-રર૬ટી હેલિકોપ્ટર અંગે વાટાઘાટો ચાલી રહી છે. ભારત નવી શ્રેણીના સુખોઈ ખરીદવા રશિયા સાથે ર૦ હજાર કરોડની ડીલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here