જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

(તા.21 એપ્રિલ 2023 થી 27 એપ્રિલ 2023 સુધી)

મેષ (અ,લ,ઈ)

મુસાફરી દ્વારા કેટલાક લાભ મળે તેમ જ મહત્ત્વના પરિચયો પણ થાય. એકંદરે સપ્તાહમાં દિવસો આનંદમય વ્યતીત થાય. જમીન-વાહન કે મિલકતો અંગેના પ્રશ્નોનો ઉકેલ મળશે. સંતાનોનો સહકાર રહેશે. હિતશત્રુઓથી સાચવવું પડશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. વાતાવરણમાં કોઈ ફેર જણાતો નથી. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ સફળ દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ હિતશત્રુઓથી સાચવવું. 

 

વૃષભ (બ,વ,ઉ)

નાણાકીય પ્રશ્નો આપની મૂંઝવણમાં વધારો કરશે. સાથે સાથે નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ તકેદારીપૂર્વક નિર્ણયો લેવા પડશે. પતિ-પત્નીએ અન્યોન્ય રાજી રાખવા પ્રયત્નશીલ રહેવું પડે. પ્રેમ-રોમાન્સ-પ્રિયજન અંગેની આપની નિરાશા દૂર થઈ શકશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. સામાજિક પ્રસંગો અંગે પણ સાનુકૂળતા સર્જાશે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સાચવવું. તા. ૨૪, ૨૫ સહનશીલતા રાખવી. તા. ૨૬, ૨૭ શુભ. 

 

મિથુન (ક,છ,ધ)

મિત્રો અને સ્નેહીઓથી સુખ કરતાં દુ:ખનો અનુભવ વિશેષ થયા કરશે. પરિણામે આપ વિશેષ બેચેન રહેવા પામશો. અંગત સ્વાસ્થ્ય માટે પણ તકેદારી રાખવી પડશે. આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવશો નહિ. આર્થિક મોરચાને આપની કુનેહ અને કુશળતાથી સંગીન બનાવવા તરફ લક્ષ્ય આપશો તો આ સમયમાં નાણાકીય સાનુકૂળતા રહેશે. તા. ૨૧, ૨૨, ૨૩ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૨૪, ૨૫ આરોગ્ય જાળવવું. તા. ૨૬, ૨૭ રાહત જણાશે. 

 

કર્ક (ડ,હ)

બૌદ્ધિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓ આ સમયગાળામાં ઝળકી ઊઠશે. આર્થિક પ્રશ્નો ઊભા થશે. સાથે સાથે તેનું સુખદ નિવારણ થતાં આપ સ્વસ્થ રહી શકશો. કોઈ ને કોઈ રીતે મદદ કે અનાયાસે નાણાંની વ્યવસ્થા થતી રહેતાં આપનું કામ નીકળી જશે. સ્થાવર મિલકત કે જમીનને લગતા પ્રશ્નોમાં ઉકેલ આવતો જણાય. તા. ૨૧, ૨૨, ૨૩ સફળ દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ લાભકારક દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ મિલકતના પ્રશ્નોનો ઉકેલ મળે. 

 

સિંહ (મ,ટ)

આપના નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ નવીન તક મળવાની અપેક્ષા આપ રાખી શકો છો. ઉપરી અધિકારીની સહાનુભૂતિ સંપાદિત કરી શકશો. વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિ સાથે લાભ થશે. આવકમાં અનાયાસે વૃદ્ધિ થતાં અટકેલાં કાર્યો આગળ વધારી શકશો. નાણાભીડમાંથી મુક્તિ મળશે. નવા કામકાજથી અવશ્ય લાભ થાય તેમ છે. તા. ૨૧, ૨૨, ૨૩ નવીન તક મળે. તા. ૨૪, ૨૫ લાભ થાય. તા. ૨૬, ૨૭ આર્થિક રાહત થાય. 

કન્યા (પ,ઠ,ણ)

આપની આર્થિક પરિસ્થિતિ મિશ્ર રખાવે તેવા ગ્રહયોગો જણાય છે. આવક વધે, લાભ મળે તો તેની સાથે ખર્ચના પ્રસંગો આવવાની શક્યતાઓ પણ જણાય છે. નોકરિયાતો માટે સમય વિશેષ શુભ જણાય છે. પ્રમોશન અટકેલું હોય તો તે મળી શકે તેમ છે. ધંધાકીય ક્ષેત્રે પણ લાભ સાથે પ્રગતિની આશા રાખી શકાય તેમ છે. તા. ૨૧, ૨૨, ૨૩ સામાન્ય દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ શુભ સમાચાર મળે. તા. ૨૬, ૨૭ ધંધાકીય લાભ થાય. 

 

તુલા (ર,ત)

સ્થાવર મિલકતોની મૂંઝવણો કે સમસ્યાઓનો અંત આવતો જણાય. સાથે સાથે સંતાનોના પ્રશ્નોની ચિંતા વિશેષ બોજારૂપ બની રહેશે. તે સાથે આર્થિક સમસ્યાઓ હળવી થતાં એકંદરે આપને રાહત જેવું અવશ્ય જણાશે. તેમ છતાં આર્થિક બાબતોને લગતા નિર્ણયોમાં સાવચેતી રાખવી જરૂરી જણાય છે. દામ્પત્યજીવનનું વાતાવરણ સુધરશે. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાશે. તા. ૨૪, ૨૫ આર્થિક નિર્ણયોમાં સંભાળવું. તા. ૨૬, ૨૭ શાંતિ પ્રાપ્ત થશે.

 

વૃશ્ચિક (ન,ય)

મિલકત કે વારસાને લગતા પ્રશ્નો આપની મૂંઝવણ વધારે તેમ છે. સંતાનોના પ્રશ્નો અંગે પણ ચિંતા જણાય. ધંધા વિષયક નિર્ણયોમાં વિશેષ તકેદારી રાખવી પડશે. પ્રવાસ ટાળવો. આર્થિક લાભ મેળવવાના પ્રશ્નોમાં રાહત જણાશે. ભાગીદારીમાં સંભાળવું પડશે. તા. ૨૧, ૨૨, ૨૩ મૂંઝવણ વધે. તા. ૨૪, ૨૫ કંઈક રાહત થાય. તા. ૨૬, ૨૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. 

 

ધન (ભ,ધ,ફ,ઢ)

ઘણી બધી માનસિક યાતનાઓમાંથી આ સમયગાળામાં છુટકારો થશે. ઘર તેમ જ બહારનું વાતાવરણ અનુકૂળ જણાશે. માનસિક શાંતિમાં અભિવૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. તે સિવાય જમીન, વાહન અને મિલકતને લગતા પ્રશ્નોમાં તેમ જ કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં પણ સાનુકૂળતા વધતી જોઈ શકશો. નોકરિયાત માટે સમય સામાન્ય છે. તા. ૨૧, ૨૨, ૨૩ રાહત જણાશે. તા. ૨૪, ૨૫ દરેક પ્રકારે અનુકૂળતા રહેશે. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો ગણાય. 

 

મકર (જ,ખ)

આ સમયગાળામાં આપને ઘણી સારી નવીન તકો પણ મળશે. આનંદપ્રદ રચનાત્મક પ્રવૃત્તિઓ પણ આપ હાથ ધરી શકશો. આંતિરક સુખ શાંતિ વધવા પામશે. અંગત સમસ્યાઓનો પણ અંત આવતાં વિશેષ રાહત થશે. સ્ત્રીઓ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. નોકરી – વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ શક્ય બનશે. ખર્ચનું પ્રમાણ વધવાની સંભાવના પણ ખરી જ. તા. ૨૧, ૨૨, ૨૩ નવીન કાર્યરચના થાય. તા. ૨૪, ૨૫ રાહત જણાય. તા. ૨૬, ૨૭ પ્રગતિકારક દિવસો ગણાય. 

 

કુંભ (ગ,શ,સ,ષ)

આ સપ્તાહમાં આપને નવીન ઉત્સાહ અને આનંદ તેમ જ શાંતિનો અનુભવ થશે. આર્થિક બાબતો માટે પણ સમય મહત્ત્વનો જણાય છે. ખર્ચાઓ પર નિયંત્રણ શક્ય બનશે. નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળાય તેમ છે. હિતશત્રુઓથી સંભાળવું પડશે. નોકરિયાતોએ પોતાની ફરજ અને કર્તવ્યપાલનમાં સાવધાની રાખવી, નહિતર નુકસાન થાય. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ લાભ થાય. તા. ૨૬, ૨૭ સંભાળીને કામકાજ કરવુ. 

 

મીન (દ.ચ,ઝ,થ)

નોકરી-ધંધાના ક્ષેત્રમાં કોઈ મહત્ત્વની તક આપને આવી મળવાની સંભાવના ખરી જ. ધંધાકીય વિકાસનાં કાર્યોને આપ હાથ ધરી શકશો જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ માટે આ સમય યશવૃદ્ધિનો છે. પારિવારિક પ્રશ્નો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ નવીન તક પ્રાપ્ત થાય. તા. ૨૪, ૨૫ યશ પ્રતિષ્ઠા મળે. તા. ૨૬, ૨૭ પારિવારિક પ્રશ્નોમાં રાહત જણાશે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here