સૌરાષ્ટ્રની કેસર કેરીનો સ્વાદ સાઉથ કોરિયા માણશે


રાજકોટઃ હવે સાઉથ કોરિયાના નાગરિકો કાઠિયાવાડી કેસર કેરીનો સ્વાદ માણશે. ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોવાથી સાઉથ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આથી સાઉથ કોરિયાના પ્રતિનિધિઓ કેરીની ખરીદીના કરાર માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. તેમણે સાવરકુંડલાના મોટા ભમોદરામાં ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી હતી અને મધુભાઈ સવાણી સાથે કેરીની ખરીદીના કરાર કર્યા છે.

મોટા ભમોદરા ગામના વતની અને હાલમાં અમેરિકામાં વસતા ડો. ભાસ્કર સવાણી છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકી નાગરિકોને કાઠિયાવાડી કેસર કેરીનો સ્વાદ ચખાડે છે. ડો. ભાસ્કર સવાણી અને ડો. નિરંજન સવાણીએ સાઉથ કોરિયામાં કેસર કેરી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. સવાણી બંધુઓ સૌરાષ્ટ્રની કેસર કેરી અમેરિકા મોકલી રહ્યા છે અને હવે આ કેસર કેરી સાઉથ કોરિયા પણ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here