‘વિશ્વ વિકલાંગ દિવસ’ની અનોખી ઉજવણી: શૈક્ષણિક પ્રવાસ યોજાયો

 

ભાવનગર: વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે ૩જી ડીસેમ્બરનાં રોજ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યોજાશે.

વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે ત્રીજી ડીસેમ્બરનાં રોજ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યોજાશે. જેમાં ભાવનગર અને બોટાદ જીલ્લાની ૩૧ સામાન્ય શાળાના બાળકો જોડાશે. અત્રે ઉલ્લેખનિય છે કે વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના જાગે તેવા હેતુથી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા વર્ષ ૨૦૧૯થી સામાન્ય શાળા-કોલેજોમાં સંવેદના સોસાયટીની રચના કરવામાં આવે છે. પ્રત્યેક શાળાના ૭ વિદ્યાર્થીઓ, ૨ શિક્ષક અને ૧ આચાર્યનો સમાવેશ કરવામાં આવે છે.

સંવેદના સોસાયટી ધરાવતી ૧૧૭૫ શાળાઓ પૈકી ૩૧ શાળાઓને સંવેદનાનાં સુર ચાલો ફરવા જઈએ અંતર્ગત યાત્રા પ્રવાસમાં જોડવામાં આવી છે. અંતરની આંખે જીવનની કેડી પર આગળ વધતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે એક અનોખા યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

શાળામાં અભ્યાસ કરતા ૧૬૨ વિદ્યાર્થીઓ સાથે જુદી જુદી ૩૧ શાળાઓના ૧૫૭ વિદ્યાર્થીઓ, ૩૧ શિક્ષકો સહીત ૩૫૦ વ્યક્તિઓનો આ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ યોજાશે. વિકલાંગો પ્રત્યે સંવેદના જગાડવાના હેતુથી સમગ્ર વિશ્વનો આ પ્રથમ પ્રયાસ છે. શાળા-કોલેજની ૧૧૭૫ સંવેદના સોસાયટીનાં સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવેદના સોસાયટીનાં વિદ્યાર્થીઓ વિકલાંગોનાં પુન:સ્થાપનની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ નવા આયામો સર કરી રહ્યા છે. અંધ વિદ્યાર્થી પ્રત્યે સામાન્ય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં સંવેદના જાગે તેવા હેતુથી જિલ્લાની ૧૧૭૫  સંવેદના સોસાયટીની કરાયેલ રચના ખરા અર્થમાં વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહી છે તેવી માહિતી સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુ સોનાણી એ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here