વિદેશથી આવતા પેસેન્જરે ભારતીય મિશનમાં નોંધણી નહિ કરાવવી પડે

 

અમદાવાદઃ કેનિ્દ્રય ગૃહ મંત્રાયલે બહાર પાડેલ નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) હેઠળ ભારત જે દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતિ ધરાવતું હોય તે દેશોમાંથી આવતાં ભારતીય મિશનમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહિ. કોરોના મહામારીને કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સસ્પેન્ડ હોવાથી એક ટ્રાન્સપોર્ટ બબલ હેઠળ કેટલાદ દેશો સાથે કરવામાં આવેલ સમજૂતિ મુજબ મર્યાદિત પેસેન્જર ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. ભારતે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, યુકે, કેનેડા અને યુએઇ જેવા દેશો સાથે આ પ્રકારની ગોઠવણ કરી છે. ગાઈડ લાઈન મુજબ પેસેન્જરોને હવે પોતાના પૈસે મુસાફરી કરવી પડશે. એરપોર્ટ પર તમામ પેસેન્જરોને થર્મલ સિ્ક્રનિંગ ફરજિયાત છે.

પેસેન્જર વંદે ભારત ફ્લાઈટમાં સ્વદેશ પરત આવવા માંગતા હોય તો ભારતીય મિશનમાં રજિસ્ટ્રેશન જરૂરી છે. એર ટ્રાન્સપોર્ટ બબલ માટે રજિસ્ટ્રેશન જરૂરી નહિ. ભારત આવતી ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોએ જાતે જ ભાડું ખર્ચવું પડશે. ભારતથી બહાર જતા મુસાફરો પણ નોન શિડ્યુલ ફ્લાઈટમાં જઇ શકશે. કોરોનાની નેગેટિવ રિપોર્ટ હશે તો જ પાયલટ અને ક્રુ મેમ્બર્સને ફ્લાઈટમાં જવાની મંજૂરી આપવામાં આવશે. પેસેન્જર માટે પણ કોરોના નેગેટિવ હોવો જરૂરી છે. વંદે ભારત હેઠળ મુસાફરી કરનાર તમામ પેસેન્જરોનો ડેટા બેઝ તૈયાર કરાશે જે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યો સાથે શેર કરવામાં આવશે. ઉડ્ડયન મંત્રાલય કે શિપિંગ મંત્રાલયની મંજૂરી બાદ જ નોન શિડ્યૂલ ફ્લાઈટ કે શિપથી ભારત પર આવવાની મંજૂરી આપવામાં આવશે. વિદેશથી ભારત કે ભારતથી વિદેશ જતાં તમામ પેસેન્જરોએ તેઓ પોતાના જોખમે મુસાફરી કરી રહ્યાં છે તેવી બાંયધરી પણ આપવી પડશે. નિશ્ચિત સમય મર્યાદાના વિઝા ધરાવતા લોકો, મેડિકલ ઈમરજન્સી, ગર્ભવતી કે વડીલો જેમને ભારત પરત ફરવું જરૂરી છે તેવા લોકોને મુસાફરી માટે પ્રાથમિકતા અપાશે. ભારતમાંથી વિદેશ જતા મુસાફરોની કેટેગરીની માહિતી ઉડ્ડયન મંત્રાલયની સાઈટ પર પ્રસિદ્ધ કરાશે. ભારત બહાર નોન શિડ્યુલ ફ્લાઈટથી મુસાફરી કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here