વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર તૈયારઃ પૂ. રાકેશપ્રસાદ કેન્યાની યાત્રાઍ

 

નડિયાદઃ ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી સરધાર, નૌતમપ્રકાશ સ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામી, રામકૃષ્ણ સ્વામી-ધાંગધ્રા વગેરે સંતો દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કરવામાં આવશે. આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોઍ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. કોઠારી પાર્ષદ વલ્લભ ભગત છેલ્લા ઍક વર્ષથી અહિ રહ્ના છે. પરેશ પટેલ-વડતાલ અને મહેળાવ, પ્રથમેશ નાર, કાંતીભાઈ અને મિતેશભાઈ મહેળાવ ચંદ્રેશ બાબરીયા સૌરાષ્ટ્ર, કુંવરજીભાઈ કચ્છ, જીજ્ઞેશ પીપળાવ, કિશોર રાઘવાણી, જેવા સેવકોઍ તમ, મન, ધનથી યોગદાન આપ્યું છે. જે અંતર્ગત મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાથી રસિત કરીને બનાવવામાં આવ્યો છે. નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડો. સંતવલ્લભ સ્વામીઍ જણાવ્યું હતું કે , વડતાલના ગૌરવ સમાન ઘટના છે. મૂળ સંપ્રદાયનું પોષણ થઈ રહ્નાં છે તેનો અમને આનંદ છે. 

મંદિરની વિશષતાઃ વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર છે. ‡ મંદિરનો શિલાન્યાસ ૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં પણ મંદિર બે વર્ષમાં સંપૂર્ણ તૈયાર થયું છે. ‡ નૈરોબીનું આ મંદિર ૨૧૮૪૨ સ્કવેર ફૂટમાં જમીનમાં પથરાયેલું છે. ‡ મંદિરની પ્રતિષ્ઠામાં ૯૯ સંતો અને ૧૫૦ સત્સંગી સાથે વડતાલના વર્તમાન આચાર્ય હાલ કેન્યાના સત્સંગ પ્રવાસે છે. ‡ નિત્યસ્વરૂપ સ્વામી સરધાર અને નિલકંઠચરણ સ્વામીના વ્યાસાસને ભક્તિચિંતામણી સપ્તાહ પારાયણ યોજાશે. ‡ વડતાલ મંદિર પુરોહિત ધીરેન ભટ્ટ વૈદિકવિધિથી યજ્ઞ ઍવં પ્રતિષ્ઠા કરાવશે. ‡ શિખર સાથે મંદિરની ઉંચાઇ ૬૦ ફૂટ છે અને પહોળાઈ ૧૧૦ ફૂટ છે. ‡ મંદિરના ગ્રાઉન્ડફ્લોર પર ૨૫ અને હોલમાં ૭ પીલ્લર છે. ‡ આ મંદિરના ગર્ભગૃહની સાઈઝ ૧૦ ફૂટ છે. જેમાં હરિકૃષ્ણ મહારાજની ૪.૮ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપશે. આ સિવાય ૩.૫ ફૂટની અલગ-અલગ મૂર્તિ સ્થાપશે. ‡ સ્વામિનારાયણ મંદિરમાં ઍક સાથે ૧૪૦૦ હરિભક્તોને આરામથી દર્શન કરી શકશે. ‡ નૈરોબીના મંદિરમાં કુલ ૨૨ પગથિયાં છે. ‡ મંદિરમાં ૩ ઘુમ્મટ અને ૩ શિખર છે.  ‡ વિશાળ મંદિરની ડિઝાઈન ચેરમેન કે. કે. વરસાણીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્રેશભાઈ બાબરીયાઍ કરી છે. ‡ મંદિરનો કળશ અને ધ્વજદંડ પ્યોર સોનાના રસથી રસિત કરેલા છે. ‡ મંદિરની આસપાસ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. ‡ વિદેશની ધરતી પર સતત ૩૦૦ સ્વયંસેવકની ટીમ સેવા આપી રહી છે. ‡ મંદિર ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં તૈયાર થયું છે. ‡ કે. કે. વરસાણી કેન્યાના અગ્રણી ઉદ્યોગપતિ અને મંદિરના ચેરમેન છે, જેમણે મંદિર નિર્માણમાં સિંહ ફાળો આપેલો છે. ‡ વડતાલથી સંતોઍ ચાર સત્સંગયાત્રા મંદિર નિર્માણ દરમિયાન કરી છે. ‡ મંદિરમાં ૭૦૦ લોકો પ્રસાદ લઈ શકે, ઍવું ભોજનાલય છે. ‡ મંદિરમાં ૧૨૫ કાર પાક`ગની વ્યવસ્થા છે. ‡ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે સનાતન પરંપરાના જાગરણ માટે ૨૧૦૦ પરિવારનો સંતોઍ વ્યક્તિગત સંપર્ક કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here