મુંબઈમાં કોરોના વાયરસનો પ્રસાર વધી રહ્યો હોવાને કારણે 144મી કલમ લાગુ કરવામાં આવી…

 

 કોરોના વાયરસનો વ્યાપ મુંબઈ શહેરમાં દિન- પ્રતિદિન વધતો જાય છે. શહેરને આ મહામારી ભરડો લઈ રહી છે. શહેરની બેસુમાર વસ્તી અને ગીચ, સંકડાશવાળા રહેઠાણો તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંધન ભયજનક પરિણામો લાવનારું બની શકે છે. આથી મુંબઈગરાની સુરક્ષાને લક્ષમાં રાખીને 144મી કલમ લાગુ કરવાનો નિર્મય લેવામાં આવ્યો છે. કલમ 144 સાર્વજનિક સ્થાનોની સાથે સાથે ધાર્મિક સ્થળો પર પણ લાગુ કરાશે. મુંબઈના પોલીસ વડા પ્રણય અશોકના જણાવ્યા અનુસાર, કલમ 144 મુંબઈમાં 15 જુલાઈ સુધી લાગુ રહેશે. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના કુલ 903 કેસ ગત મંગળવારે , 30મી જૂનના જ સામે આવ્યા હતા. એમાં 36 લોકોના મૃત્યુ થયાં હતા. મુંબઈ શહેરમાં કુલ કેસોની સંખ્યા 77, 197 સુધી પહોંચી ગઈ છે. જયારે તમામ મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 174761 થઈ છે. આખા દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્ર સરકારે સાવચેતીના પગલાૈં તરીકે રાજ્યમાં લોકડાઉમન 31 જુલાઇ સુધી લંબાવી દીધું છે. આમ છતાં શાકભાજી, દૂધ, દવાઓ અને કરિયાણાની દુકાનો ખોલવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. મુંબઈમાં કોરોનાના સંક્રમણની શક્યતા વધુ હોવાના ભયથી લોકો મુંબઈમાં આવનૃ જાવન કરવાનું ટાળી રહ્યા છે. શહેરમાં જાહેર સ્થાનો પર કે ધાર્મિક સ્થળો પર હવે પહેલા જેવી ચહલપહલ નથી જણાતી. આખું શહેર જાણે ઉદાસીની અને ભયની ચાદર ઓઢીને બેઠું છે. ચહેરા પરના માસ્ક, ચાલની ધીમી ગતિ, પરસ્પરના સંવાદમાં ધબકતી ચૂપકીદી જાણે એક ગજબનો સન્નાટો સર્જી જયા છે. કોઈક શાયરે વરસો પહેલાં મુંબઈના નિરાશાભર્યા , ધુંધળા ઓથારને સંબોધીને સાચું જ લખ્યું છેઃ સીને મે જલન, આંખોમે તૂફાન સા કયોં હૈ, ઈસ શહેરમે હર શખ્સ પરેશાન સા કયોં હૈં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here