ભારત- ચીન વચ્ચે યોજાશે સંયુકત લશ્કરી કવાયત આ કવાયતમાં ત્રાસવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

0
953

ચીન અને ભારતના સૈન્ય આગામી 10મી ડિસેંમ્બરથી 14 દિવસ માટે સંયુક્ત લશકરી કવાયતમાં ભાગ લેશે. આ લશ્કરી કવાયત  ચીનના ચેંગ્ડુ શહેરમાં યોજાવાની છે. બન્ને રાષ્ટ્રો આતંકવાદ વિરુધ્ધની લડાઈમાં પોતાની તાકાત અને ક્ષમતા વધારવા માટે અને પરસ્પરની સમજૂતીને ઉત્તેજન આપવા માટે આ સંયુક્ત કવાયતનું આયોજન કરી રહ્યા છે. આ સાતમની ઈન્ડિયા- ચાઈના જોઈન્ટ મિલિટરી એકસરસાઈજને હેન્ડ ઈન હેન્ડ નામ આપવામાં આવ્યું છે્. આ લશ્કરી કવાયતની વિશેષતા ત્રાસવાદી- વિરોધી કામગીરીઓ હાથ ધરશે. 2017માં ભારતના સરહદીય સિક્કીમમાં આવેલા ડોકલામ વિસ્તાર બાબત સર્જાયેલા વિવાદને કારણે ચીન- ભારત વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત એ વરસે મોકૂફ રાખવામાં આવી હતી. ગત એપ્રિલ મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વુહાનમાં યોજાયેલી મુલાકાત બાદ બન્ને દેશોના સંબંધોમાં આવેલો તનાવ ઓછો થયો હતો અને પરસ્પર વધુ સુમેળ અને સંમતિ કેળવવાની બાબત પર બન્ને દેશના વડાઓએ ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here